ગભરાઈ ગયેલી ટીનેજરે તેના પિતાને આ બાબતે વાત કરતાં પિતાએ એને ગંભીરતાથી લઈને વી.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઉદયપુરના ટેલર કન્હૈયાલાલની હત્યાના સંદર્ભે મુંબઈની એક ટીનેજરે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કર્યો હતો. એ પછી તેને ધમકીભર્યો ફોન અને મેસેજિસ આવવા માંડ્યા હતા.એમાં મેસેજ કરનાર તેને ગાળો ભાંડતો હતો અને ધમકી આપતો હતો કે તને મારી નાખીશ અને તારા પર બળાત્કાર કરીશ.
ગભરાઈ ગયેલી ટીનેજરે તેના પિતાને આ બાબતે વાત કરતાં પિતાએ એને ગંભીરતાથી લઈને વી.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.વી.પી.રોડ પોલીસે પણ ટેક્નિકલ હેલ્પ લઈને એ મેસેજ મોકલનાર જમ્મુ-કાશ્મીરનો હોવાનું જાણી લીધું હતું.એ પછી પોલીસની એક ટીમ કાશ્મીરના વડગામ ખાતે ગઈ હતી અને ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી ૩૦ વર્ષના ફયાઝ અહમદ ગુલામ મોહમ્મદ ભટને ૯ જુલાઈએ ઝડપી લીધો હતો.મુંબઈ લાવી તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૪ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.


