By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટી-સીરીઝના ભૂષણકુમારની પત્નીનો ધડાકો : સોનુ નિગમનું અંડરવર્લ્ડ કનેકશન ! અબુ સાલેમ સાથે સારા સંબંધો હતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Entertainment > ટી-સીરીઝના ભૂષણકુમારની પત્નીનો ધડાકો : સોનુ નિગમનું અંડરવર્લ્ડ કનેકશન ! અબુ સાલેમ સાથે સારા સંબંધો હતા
EntertainmentGeneralNational

ટી-સીરીઝના ભૂષણકુમારની પત્નીનો ધડાકો : સોનુ નિગમનું અંડરવર્લ્ડ કનેકશન ! અબુ સાલેમ સાથે સારા સંબંધો હતા

HM News
Last updated: 26/06/2020 8:11 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ : સોનુ નિગમે કેટલાક વીડિયોઝ સોશ્યલ મીડિયામાં શેર કરીને મ્યુઝીક ઇન્ડસ્ટ્રી પર અને ટી સીરીઝનાં ભૂષણ કુમાર પર પ્રહાર કર્યા હતાં.એને જોતાં ભૂષણ કુમારની વાઇફ દિવ્યા ખોસલા કુમારે જણાવ્યું છે કે સોનુ નિગમના અબુ સાલેમ સાથે સંબંધો હતાં.ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને દિવ્યાએ એમ પણ જણાવ્યું હતું કે સોનુ નિગમના કરીઅરને બનાવવામાં ટી સિરીઝનું યોગદાન છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને દિવ્યા કહી રહી છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોનુ નિગમજી ટી સિરીઝ અને ભૂષણકુમાર પ્રતિ એક કેમ્પેન ચલાવે છે.એ સંદર્ભે હું એમ કહેવા માગું છું કે ટી સિરીઝે અત્યાર સુધી હજારો લોકોને જે બહારથી આવેલા છે તેમને બ્રેક આપ્યા છે.એમાં મ્યુઝીક-ડિરેક્ટર્સ, સિંગર્સ, ગીતકાર, એકટર્સ અને ડિરેક્ટર્સ છે. સોનુ નિગમને હું એ પૂછવા માગું છું કે તે કહે કે નવી ટેલેન્ટસને મંચ આપવામાં નથી આવતો તો સોનુજી,એ કહો કે તમે તો મોટા કલાકાર છો. તમો તમે આજ સુધી કેટલા લોકોને ચાન્સ આપ્યો છે ?તમે તો આજ સુધી ક્યારેય પણ ટી સીરીઝમાં કોઇને ચાન્સ અપાવવા માટે લઇને નથી આવ્યાં.

તમે પોતાના સિવાય કોઇને પણ આગળ નથી લઇ ગયાં. બીજી વાત હું તમને એ કહેવા માગું છું કે ભૂષણજીએ તમને એમ કહ્યું હતું કે પ્લીઝ મને બાળાસાહેબ ઠાકરે, સ્મીતા ઠાકરે અને સહારાશ્રી સાથે મુલાકાત કરાવી આપો. તો હું તમને સૌને જણાવી દઉં કે સોનુ નિગમ રામલીલામાં પાંચ રુપિયામાં ગીત ગાતા હતાં. ત્યાંથી ગુલશન કુમારજીએ તેની ટેલેન્ટને ઓળખીને તેને ફલાઈટની ટીકીટ આપીને મુંબઈ બોલાવ્યા.સાથે જ તેમને કહ્યું કે તમને મોટા કલાકાર બનાવવામાં આવશે.

આ વીડિયો દરમ્યાન દિવ્યા તેના કુક શેરુને બોલાવે છે તે પણ કહે કે સોનુ નિગમને અનેક ફિલ્મોમાં ચાન્સ આપવામાં આવ્યો હતો. વીડિયોમાં દિવ્યા કહી રહી છે કે ગુલશન કુમારજીનું જ્યારે અવસાન થયું ત્યારે સોનુ નિગમે વિચાર્યું કે હવે તો આ કંપનીના કોઇ કર્તાધર્તા નથી. એ વખતે ગુલશન કુમારજીનો દીકરો ભૂષણજી માત્ર 18 વર્ષના હતા. એથી તેણે વિચાર્યું કે આ કંપની તો ખતમ થવાની છે અને કંપની જે સમસ્યાથી પસાર થઇ રહી છે.એને જોતાં એની સાથે ઉભા રહેવાને બદલે તેણે પોતાની જાતને સુરક્ષિત કરી લીધી.

તેણે પોતાના વીડિયોમાં બીજું એ કહ્યું ભાઈ મને અબુ સાલેમથી બચાવો દો.હવે હું તમને એ પૂછવા માગું છું કે સોનુ નિગમજી કે અબુ સાલેમથી બચાવવા માટે ભૂષણજી તમારી પાસે શું કામ આવ્યા ? સોનુજીના અબુ સાલેમ સાથે સંબંધો હતા. એથી જ તો ભૂષણજીએ તેમની પાસે મદદ માગી. સાથે જ સોનુ નિગમે એક છોકરીનું નામ લઇને ભૂષણજી પર મીટુના આરોપ લગાવ્યા હતાં. બાદમાં એ છોકરીને તેને માફી આપી દીધી. ભૂષણજીએ માફિયાની ચાલ ચાલી. પરંતુ મીડિયાને બધી જાણકારી છે. સોનુ નિગમજી હું તમારા પર મીટુના આરોપ લગાઉ દઉં ? કહી દઉં કે તમે રેપિસ્ટ છો.તમે વીડિયોમાં ધમકી આપી છે કે તમે તે છોકરીનો વીડિયો આઉટ કરી દેશો. જરુર એ વીડિયો આઉટ કરો, પરંતુ પુરા સબૂત સાથે કરો.

હું આ વીડિયો નહોતી બનાવવા માગતી.મને ભૂષણજીએ કહ્યું કે આપણે ચૂપ રહેવાનું છે. અમે આજે પણ એ પ્રયાસ કરીએ છીએ કે અમારી કંપની બધાને ચાન્સ આપે. તમે જે વીડિયો બનાવ્યા પછી બાદથી મારા હસબન્ડને સોશ્યલ મીડિયા પર મારવાની ધમકી,મારો રેપ કરવાની ધમકીઓ અને મારા બાળકને મારવાની ધમકીઓ આવી રહી છે.સોનુ નિગમજી તમે કેવા પ્રકારની વ્યક્તિ છો એ તમારી વાઈફે જ કહી દીધું હતું.તેણે તમારા પર આરોપ લગાવ્યા હતા. યાદ કરો. હું આ વીડિયો બનાવવા નહોતી માગતી,પરંતુ ભગવદ ગીતામાં મને જવાબ મળ્યો કે યોધ્ધાએ લડવું જોઇએ.તમે નવા સિંગર્સને ભડકાવવાનું કામ કરી રહ્યા છો.

ફરીયાદ કરે તો પોલીસ મારૂ કંઇ તોડી લેવાની નથી: લગ્ન નહીં કરે તો તરૂણી પર એસિડ એટેકની સિંગણપોરના રોમિયોની ધમકી
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આરોપ, પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર
વલસાડ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની આગલી રાતથી મદીરાના નશામાં ઝૂમતા 500થી વધુને પોલીસે ઝડપ્યા
પાટીદારો વહાલા ને અમે દવલા?
રાજ્યોને GST વળતરમાં ઉણપ પેટે રૂ. 75,000 કરોડ ચુકવવામાં આવ્યા : કેન્દ્ર સરકાર
Share This Article
Facebook Email Print
Previous Article શાબાશ : ખેરગામની દીકરીએ 19 લાખ રૂપિયા મૂળ માલિકને પરત આપીને સંસ્કારો ઝળકાવ્યા
Next Article અમેરીકામાં ભારતીય મુળના ડોકટરનું ૬.૩૦ લાખ ડોલરનું કૌભાંડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up