By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ટુકડે ટુકડે પણ હવે બેન્કમાંથી 1 કરોડ ઉપાડ્યા તો આટલા ટકા લાગશે TDS, 1 એપ્રિલથી નિયમ થયો છે લાગુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ટુકડે ટુકડે પણ હવે બેન્કમાંથી 1 કરોડ ઉપાડ્યા તો આટલા ટકા લાગશે TDS, 1 એપ્રિલથી નિયમ થયો છે લાગુ
BusinessGeneralNational

ટુકડે ટુકડે પણ હવે બેન્કમાંથી 1 કરોડ ઉપાડ્યા તો આટલા ટકા લાગશે TDS, 1 એપ્રિલથી નિયમ થયો છે લાગુ

HM News
Last updated: 30/06/2020 8:36 AM
HM News
6 years ago
Share
SHARE

કોઈપણ કંપની કે વેપારી તેના રોજબરોજના વેપાર વહેવારો માટે બૅન્ક એકાઉન્ટમાં એક નાણાંકીય વર્ષ દરમિયાન ટુકડે ટુકડે પણ રૂા.1 કરોડથી વધુ રકમનો ઉપાડ કરશે તો તે ઉપાડની રૂપિયા એક કરોડ પર બે ટકા ટીડીએસ-ટેક્સ ડિડક્શન એટ સોર્સ-કરકપાત કરવાનો નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા લેવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ સહકારી બૅન્કો અને શિડયુલ કોઓપરેટીવ બૅન્કો તમામને લાગુ કરવામાં આવશે.જોકે બૅન્ક એકાઉન્ટમાંથી કરવામાં આવેલા રોકડના ઉપાડની ગણતરી પહેલી એપ્રિલ 2020થી ચાલુ કરી દેવામાં આવશે.

1 જુલાઈ 2020થી અમલી

છેલ્લા બજેટમાં ઉમેરવામાં આવેલી કલમ 194-એનની જોગવાઈ હેઠળ આ અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે.આ જોગવાઈ પહેલી જુલાઈ 2020થી અમલી બનાવવામાં આવી છે,પરંતુ એક કરોડના ઉપાડની રકમની ગણતરી તો પહેલી એપ્રિલ 2020થી બૅન્કમાંથી કરેલા રોકડના તમામ ઉપાડને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

સરકારે રોકડના વહેવારો પર કાપ મૂકવાના ઇરાદાથી આ જોગવાઈ દાખલ કરી છે.જોકે આ સાથે જ બીજી એક વિવાદાસ્પદ જોગવાઈ પણ દાખલ કરી છે.જે વ્યક્તિએ તેના આવકવેરાના રિટર્ન છેલ્લા ત્રણ વર્ષથી ફાઈલ ન કર્યા હોય તે વ્યક્તિ વર્ષમાં રૂા. 20 લાખથી વધુ રકમનો તેના બૅન્ક એકાઉન્ટમાંથી રોકડનો ઉપાડ કરે તો તેના 20 લાખ ઉપરની રકમમાંથી 2 ટકા ટીડીએસ કરી લેવામાં આવશે.

મોટા સમાચાર : ચીનમાં વધુ એક મહામારી ફેલાઈ, નવા સ્વાઇન ફ્લૂ G- 4થી વસ્તીના 4.4% લોકો ચેપી બની ગયા

5 ટકા દરે લેવામાં આવશે ટીડીએસ

જે કરદાતાએ રિટર્ન ફાઈલ ન કર્યા હોય અને તેણે રૂા.1 કરોડથી વધુનો ઉપાડ કર્યો હોય તો તેવા સંજોગોમાં તેના ઉપાડની રકમમાંથી 5 ટકાના દરે ટીડીએસ કરી લેવામાં આવશે. આ જ રીતે કરદાતા પાસે પરમેનન્ટ એકાઉન્ટ નંબર જ ન હોય તો તેવા સંજોગોમાં તેના ઉપાડની રકમ રૂા. 20 લાખથી વધી જાય તો તેના ઉપાડની રકમ પર 20 ટકાના દરે ટીડીએસ કરવામાં આવશે.કરદાતાના ખાતામાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થઈ હોય અને તે રકમમાંથી ઘરના કોઈ મોટા કામકાજ માટે કે પ્રસંગ માટે તે રોકડનો ઉપાડ કરે તો તેવા સંજોગોમાં તેના પર પણ 20 ટકા ટીડીએસનો બોજો આવી શકે છે.

હા, તેણે ત્રણ વર્ષના રિટર્ન ફાઈલ કરેલા હોય તો તેવા સંજોગોમાં તેના ખાતામાંથી એક કરોડનો રોકડનો ઉપાડ થાય તે પછી જ તેના ઉપાડની તમામ રકમ પર ટીડીએસ કરવામાં આવશે. તેના ઉપાડની રકમ નક્કી કરેલી મર્યાદાથી વધે તે સાથે જ તેના પર ઉપાડની રકમ પર બે ટકાના દરે ટીડીએસ કાપવાનું શરૂ કરી દેવામાં આવશે. બે ટકા ટીડીએસ કાપ્યા પછીની રકમ જ તેમને ચૂકવવામાં આવશે.

ભારતમાં લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશ સામે હવે આ નવી એપ લોકો ઉપયોગ કરી રહ્યા છે

છેલ્લા ત્રણ વર્ષના રિટર્નની વિગતો બૅન્કમાં જમા કરાવવી પડશે

સીબીડીટીનો ઉપરોક્ત નિર્ણય વિવાદ જગાડે તેવો છે.ખાતેદારે ત્રણ વર્ષના રિટર્ન ફાઈલ કર્યા છે કે નહિ તે અંગેની માહિતી બૅન્કને કઈ રીતે હોઈ શકે.બૅન્ક કયા આધારે તેના રોકડના ઉપાડ પર ટીડીએસ કરે તે એક સવાલ ઊભો થશે.આ માટે કરદાતાએ તેના છેલ્લા ત્રણ વર્ષના રિટર્નની વિગતો બૅન્કમાં જમા કરાવવી પડશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતમાં કોરોનાની પ્રથમ વેકિસનના કિલનિકલ ટ્રાયલને મળી મંજૂરી
Next Article 59 એપ પર પ્રતિબંધથી ચીન ધુંઆપુંઆ, મોદી સરકાર બીજો મોટો ઝાટકો આપવાની તૈયારીમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up