મુંબઇ : ગયા મહિને એક સૂચના જારી કરી ટ્રાફિક વિભાગે ટુ વ્હિલર ચાલક સાથે જ પિલિયન રાયડર માટે પણ હેલમેટ પહેરવી ફરજીયાત કરી છે.આ પાશ્ચદભૂમાં મુંબઇ પોલીસે તાજેતરમાં લોકોને અપીલ કરી હતી કે ટુ- વ્હિલર ખરીદતી વખતે તેઓ ડિલર્સ પાસેથી હેલમેટની માગણી કરી સામેથી હેલમેટ મેળવી લેવાની રહેશે.આ સંદર્ભે મુંબઇ ટ્રાફિક વિભાગના એડિશનલ કમિશનર મહેશ પાટીલે બુધવારે એક નિવેદન જારી કર્યું હતું જેમાં ટુ- વ્હિલર નિર્માતાઓએ વાહન સાથે જ હેલમેટ પણ ઉપલબ્ધ કરી આપવું ફરજીયાત હોવાની યાદ અપાવી હતી.
મહેશ પાટીલે નિવેદનમાં સેન્ટ્રલ મોટર વેહિકલ રુલની કલમ ૧૩૮(૪)એફનો હવાલો આપી જણાવ્યું હતું કે આ કાયદા હેઠળ વાહન નિર્માતાએે વાહન ખરીદનારને હેલમેટ પૂરી પાડવી ફરજીયાત છે.આ સાથે જ લોકોને અપીલ કરી હતી કે તેઓ જ્યારે ટુ-વ્હિલર ખરીદે ત્યારે સેન્ટ્રલ વેહિકલ રુલ્સ મુજબ ડિલર્સ પાસેથી હેલમેટ મેળવી લે.ગયા મહિને મુંબઇ ટ્રાફિક પોલીસે ટુવ્હિલર ચાલક સાથે જ પિલિયન રાયડરને પણ હેલ્મેટ પહેરવી ફરજીયાત બનાવી છે.જો કોઇ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમને ૫૦૦ રૃપિયાનો દંડ સાથે ત્રણ મહિના માટે તેનુ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે.