અમદાવાદ, તા. 16 માર્ચ 2022, બુધવાર : BRTS બસ સ્ટેન્ડ પર મફત ઈન્ટરનેટ સેવાની લોકપ્રિયતામાં ઘટાડો જોયા બાદ AMCએ હવે ખાનગી સંસ્થાઓને નેટવર્કના 50% ભાડે આપવાનો નિર્ણય લીધો
સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે AMC સંચાલિત કંપનીએ રૂ. 23 કરોડના ખર્ચે 180 કિ.મી લાંબું ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) નેટવર્ક સ્થાપિત કર્યું હતું. આ પ્રોજેક્ટ રૂ. 5,754 કરોડના સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો જ એક ભાગ હતો જે અંતર્ગત અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે 70 અલગ-અલગ દરખાસ્તો કરવામાં આવી હતી. 2016માં ફરી શરૂ કરવામાં આવેલ OFC પ્રોજેક્ટમાં AMC ઓફિસો અને BRTS બસ સ્ટેન્ડ પર મફત હાઈ-સ્પીડ ઇન્ટરનેટ ઓફર કરવાની કલ્પના કરવામાં આવી હતી.
જોકે,નેટવર્કનો માત્ર 40-50% ઉપયોગ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મફત ઇન્ટરનેટ સેવાની લોકપ્રિયતામાં ઘટાડો થયા બાદ ના છૂટકે AMCએ હવે ખાનગી સંસ્થાઓને 50% નેટવર્ક ભાડે આપવાનો નિર્ણય કર્યો છે.તંત્રના આ નિર્ણય પાછળ કરોડો ખર્ચીને હવે કોન્ટ્રાક્ટરો/ખાનગી કંપનીઓને પરવાના આપી રોકડી કરવાનો આશ્રય પણ હોય શકે છે.અને તેના ખર્ચને વસૂલવા માટે કરોડોની આવક ઊભી કરી છે. હાલમાં અમદાવાદ જનમાર્ગ લિમિટેડ AMCની પેટાકંપની કે જે BRTS બસોનું સંચાલન કરે છે,તેને નેટવર્કને જાળવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
AMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, AMCએ OFC નેટવર્ક નાખ્યું છે જે તેની જરૂરિયાતો કરતાં ઘણું વધારે હતું અને હાલમાં માત્ર 50% નેટવર્કનો જ ઉપયોગ થઈ રહ્યો છે.ખાનગી કંપનીઓને અડધું નેટવર્ક ભાડે આપવા અને આવક ઊભી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. AJL OFC નેટવર્ક જાળવે છે તે ટૂંક સમયમાં ટેન્ડરો સાથે બહાર આવશે.પ્રથમ EoI ખાનગી ખેલાડીઓ પાસેથી આમંત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે પરંતુ તેમાંથી કેટલી આવક થશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.
AMCમાં એવા લોકો છે જેઓ મુદ્રીકરણ યોજનાના વિરોધમાં છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે, AMC અને AJL ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર નથી.જ્યારે 180-km નેટવર્ક ભાડે આપવામાં આવશે ત્યારે ખાનગી ખેલાડીઓ દ્વારા જરૂરી છેલ્લા માઈલ કનેક્ટિવિટી મોટી સમસ્યાઓ ઊભી કરશે તેથી તેને નવા કેબલ નાખવાની જરૂર પડશે. OFC લીઝ પર આપવાની દરખાસ્ત જેટલી લાગે એટલી સરળ નથી.