સીબીડીટીએ મંગળવારે દાવો કર્યો કે આવકવેરા વિભાગે ટેક્સટાઇલ અને ફિલામેંટ યાર્નના નિર્માણમાં સામેલ એક પ્રમુખ વેપારી સમૂહ પર દરોડા બાદ વિદેશોમાં જમા કરોડોના કાળા ધનની જાણ થઇ છે. 18 સપ્ટેમ્બરે દિલ્હી,પંજાબ અને કલકત્તામાં કંપનીની કોર્પોરેટ ઓફિસ સહિત ગ્રુપના અન્ય સ્થળો પર શરૂ કરવામાં આવેલી તપાસ હજુ ચાલી રહી છે.કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે આ ગ્રુપે આશરે 350 કરોડ રૂપિયાનુ બેનામી ફંડ પોતાના વિદેશી એકાઉન્ટમાં જમા કરાવ્યું અને પછી ટેક્સ હેવંસ દેશોથી શેલ કંપનીઓ દ્વારા તેને ભારતમાં પોતાના બિઝનેસમાં રોક્યા. CBDTએ કહ્યું, દરોડામાં મળેલા દસ્તાવેજોમાંથી તેની કાર્યપ્રણાલીની જાણ થઇ કે તે વિદેશી સંસ્થાઓ દ્વારા રોકાણ સાથે સંબંધિત હતી.દરોડા દરમિયાન જાણવા મળ્યું કે કંપનીએ વિદેશી એકમોએ ફોરેન કરેન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ દ્વારા ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યુ અને પછી પેમેન્ટમાં ભૂલની આડમાં તેને કંપનીના શેરોમાં તબદીલ કર્યા.
વિદેશી બેંક એકાઉન્ટમાં જમા બેનામી ફંડ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે દરોડા દરમિયાન ઘણાં શંકાસ્પદ દસ્તાવેજ,ડાયરી,ડિજિટલ પુરાવા મળ્યા છે,તેનાથી જાણવા મળે છે કે ગ્રુપના વિદેશોમાં એકાઉન્ટ છે અને તેમાં બેનામી ફંડને ભારતીય કંપનીઓમાં લગાવવામાં આવ્યુ છે.વિદેશી બેંક એકાઉન્ટનો રિપોર્ટ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યો નથી.
ટેક્સ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો છે કે કંપનીએ પોતાની બુક્સ ઓફ એકાઉન્ટની બહાર ટ્રાન્જેક્શન કર્યુ છે,જમીન સોદામાં કેશની લેવડ દેવડ કરી છે,એકાઉન્ટ બુક્સમાં બોગસ ખર્ચ દેખાડવામાં આવ્યા છે અને બેહિસાબ કેશ ખર્ચને છુપાવ્યો છે. CBDTએ કહ્યું કે ડિપાર્ટમેન્ટને જાણવા મળ્યું કે વિદેશી કંપનીઓ અને ટ્રસ્ટોના બેહિસાબ ધનને સગેવગે કરવા માટે મેનેજમેન્ટ ફીસ ચુકવવામાં આવી રહી હતી.તેવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ઇનકમ ટેક્સ રિટર્નમાં શિડ્યુલ FAમાં કંપનીઓ અને બેંક એકાઉન્ટ રૂપે માલિકી/મેનેજ્ડ વિદેશી સંપત્તિઓનો ખુલાસો કરવાની જરૂર છે.આ ખુલાસો ગ્રુપ દ્વારા ડિપાર્ટમેન્ટને કરવામાં નથી આવ્યો.
ડિપાર્ટમેન્ટે કહ્યું, પર્સનલ ખર્ચ સાથે સંબંધિત એકાઉન્ટની વિગતો કંપનીના મુખ્ય કાર્યાલયોમાંથી એકમાં સાવધાનીપૂર્વક બનાવીને રાખવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિભાગે પુરાવા એકઠા કર્યા છે કે કંપનીના એકાઉન્ટમાં અને જમીન સોદામાં 100 કરોડનો બોગસ ખર્ચ દેખાડવામાં આવ્યો હતો.

