By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટેસ્લાનું ભારતમાં આગમન:બેંગલુરુમાં યુનિટ સ્થાપ્યું, ટેસ્લાની કાર ચાર્જ કર્યા પછી 500 કિ.મી. દોડશે,કારની કિંમત અંદાજે રૂ. 60 લાખ હશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ટેસ્લાનું ભારતમાં આગમન:બેંગલુરુમાં યુનિટ સ્થાપ્યું, ટેસ્લાની કાર ચાર્જ કર્યા પછી 500 કિ.મી. દોડશે,કારની કિંમત અંદાજે રૂ. 60 લાખ હશે
GeneralNational

ટેસ્લાનું ભારતમાં આગમન:બેંગલુરુમાં યુનિટ સ્થાપ્યું, ટેસ્લાની કાર ચાર્જ કર્યા પછી 500 કિ.મી. દોડશે,કારની કિંમત અંદાજે રૂ. 60 લાખ હશે

HM News
Last updated: 13/01/2021 6:41 AM
HM News
4 years ago
Share
SHARE

દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની ટેસ્લાએ બેંગલુરુમાં ભારતીય સબસિડિયરી યુનિટ ખોલ્યું છે. ટેસ્લાએ ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ તેમજ ઈલેક્ટ્રિક વાહનોનો એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે અને આ સબસિડિયરી યુનિટ એનું પહેલું પગલું છે. ટેસ્લાના ગ્લોબલ સિનિયર ડિરેક્ટર ડેવિડ જોન ફિનસ્ટિન,ચીફ એકાઉન્ટિંગ ઓફિસર વૈભવ તનેજા અને બેંગલુરુના એક ઉદ્યોગસાહસિક વેંકટરંગમ શ્રીરામ ટેસ્લાના આ ભારતીય યુનિટના બોર્ડ મેમ્બર હશે.

ટ્વિટર પર જાહેરાત કરી
કોર્પોરેટ મામલાના મંત્રાલયને ટેસ્લાએ આપેલા એક અહેવાલમાં આ માહિતી અપાઈ છે. ટેસ્લાએ ભારતમાં પોતાની ઓફિસ ગયા અઠવાડિયે શરૂ કરી હતી,જેની માહિતી મંગળવારે ટેસ્લા ક્લબ ઈન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરાઈ હતી.ટેસ્લાના સીઈઓ અને દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિઓ પૈકીના એલન મસ્કે ગયા મહિને કહ્યું હતું કે અમારી કંપની આ વર્ષે ભારતમાં યુનિટ શરૂ કરશે. બાદમાં 21 જાન્યુઆરીએ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ પણ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ટેસ્લા 2021ની શરૂઆતમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે.ટેસ્લા કંપની ભારતમાં મોડેલ-3 સીડાન કાર સાથે આગમન કરશે. એની કિંમત અંદાજે રૂ.60 લાખ હશે.ફુલ્લી ઈલેક્ટ્રિક કાર 60 કિલોવોટની લિથિયમ-આયર્ન બેટરી ધરાવતી આ કાર એકવાર ચાર્જ થયા પછી 500 કિમીનું અંતર કાપી શકશે.એટલું જ નહીં,મહત્તમ 250 કિ.મી.ની ગતિએ દોડી શકતી આ કાર ફક્ત 3.1 સેકન્ડમાં પ્રતિ કલાક 96 કિ.મી.ની ગતિ પકડી શકશે.

કર્ણાટકને 31 હજાર કરોડના રોકાણની આશા
કર્ણાટક દેશનું પહેલું રાજ્ય છે, જેણે ઈલેક્ટ્રિક વાહન નીતિ બનાવી છે.રાજ્ય સરકારને આશા છે કે આ નીતિથી ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે રૂ. 31 હજાર કરોડનું રોકાણ થશે. કર્ણાટક પછી ગુજરાત,દિલ્હી,તામિલનાડુ,તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત 11 રાજ્યે ઈલેક્ટ્રિક વાહનની નીતિ જાહેર કરી હતી.

શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત…!! નફો બુક કરો…!!!
સુરતમાં એક જ પરિવારના પાંચ લોકો સાથે કાર નહેરમાં ખાબકી, પોણાબે કલાકે મધરાતે બધાને રેસ્ક્યૂ કરાયા
PM નેતન્યાહૂના વિરોધમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યાં, જાણો કેમ ઇઝરાયેલમાં થઈ રહ્યાં છે સૌથી મોટા વિરોધ પ્રદર્શનો
રિયલ્ટી અને ટેલિકોમ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૮૩૧ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
રાજ ઠાકરેના ભાષણ પર આજે જ થશે કાર્યવાહી, મહારાષ્ટ્ર DGPનું પત્રકાર પરિષદમાં નિવેદન
Share This Article
Facebook Email Print
Previous Article આત્મહત્યા:​​​​​​​વૃદ્ધે પોતાને આગ લગાવી પાંચમા માળની ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદકો માર્યો, ફાયર-પોલીસ-108ની ટીમ દોડતી થઈ,સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
Next Article Union Budget 2021:કોરોનાની સારવારમાં થતા ખર્ચ પર આવકવેરાની છૂટ મળી શકે છે,જાણો વિગતવાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up