અમદાવાદ,તા.૨૪
યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચ્યા હતા. ટ્રમ્પ અને મોદી એરપોર્ટ આયોજીત કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રોડ શૉ થકી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, ત્યાંથી પરત એરપોર્ટ તાજ સર્કલથી મોટેરા સ્ટેડિયમ જવા રવાના થયા છે. સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નિર્ધારિત આયોજન પ્રમાણે કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહેલા લોકોનો ધસારો સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે લોકો સ્ટેડિયમમાં આવી રહ્યાં છે તેને જોઇને જનસૈલાબ ઉમટયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. મોટેરા સ્ટેડિયમમાં ૧ લાખથી વધુ લોકોનું અભિવાદન જીલ્યા બાદ ટ્રમ્પ ૩.૩૦ વાગ્યે આગ્રા જવા નીકળશે. મોટેરા સ્ટેડિયમની બહાર લોકો લાંબી લાઈનોમાં ઉભા છે, સ્ટેડિયમની બહાર એકઠા થાય છે. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ પૂર્વે સ્ટેડિયમ ખાતે બેઠકો મેળવવાની પળોજણમાં છે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમન પહેલા જસ્ટીન બીબરના સોંગ વાગવા લાગ્યા છે.
સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કિંજલ દવેએ ‘અમે ગુજરાતી લહેરી લાલા..’ ગીત પર ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે. ત્યારબાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પરફોર્મન્સ કર્યું હતું. તેમણે મોગલ આવે…સહિતના ગીતો પર પરફોર્મ કર્યું છે. કીર્તિદાને દિવ્યાંગ દીકરી સાથે ‘લાડકી’ ગીત પર પરફોર્મ કર્યું છે. ગીતા રબારીએ ‘રોણા શેરમાં રે..’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવ ગોહિલે ‘સુનો ગોર સે દુનિયા વાલો…’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવે ‘લાગ્યો કસુંબીનો રંગ’ ગાયને દર્શકોને મોજ કરાવી હતી.
ટ્રમ્પના આગમન પહેલા મોટેરા સ્ટેડિયમમાં કીર્તિદાને દિવ્યાંગ દીકરી સાથે પરફોર્મ કર્યું
Leave a Comment