ટ્રમ્પની મુલાકાતને લઈ કોંગી કાર્યકરે ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર કરતા ધરપકડ

HM News
1 Min Read

પાટણ,તા.૨૦
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો સોશિયલ મીડિયામાં પણ પોલીસ દ્વારા એક્ટિવ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અને આ મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ મુલાકાતમાં કોઈ અફવા કે ફેક મેસેજ દ્વારા અફવા ઉડાવનાર લોકો પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. આવી જ રીતે સોશિયલ મીડિયામાં ટ્રમ્પની મુલાકાતને લઈ વાઈરલ વીડિયો અમદાવાદનો છે તેમ કહી પોસ્ટ કરનાર પાટણના કોંગ્રેસી કાર્યકરની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
હાલ સોશિયલ મીડિયામાં જેસીબી મશીનની મદદથી ફ્રૂટ અને શાકભાજીની લારીઓ તોડી પડાતી હોવાનો વીડિયો ખુબ જ વાઈરલ થયો છે અને આ વીડિયો જોઈ લોકો ખુબ જ આક્રોશમાં છે. ત્યારે આ પાટણના કોંગ્રેસી કાર્યકર વિનોદ ઠાકોરે આ વીડિયો ટ્રમ્પ અમદાવાદની મુલાકાત પર આવવાના હોય તે પહેલાનો છે તેમ લખીને ફેસબૂક પર પોસ્ટ કર્યો હતો.
ગરીબો પર અત્યાચાર કરવામા આવતો હોવાના નામે ખોટી રીતે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાના સંદર્ભમાં પોલીસે કોંગ્રેસના નેતા અને પાટણ કોંગ્રેસમાં સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ વિનોદ ઠાકોરની ધરપકડ કરી હતી. જો કે, આ ધરપકડ થતા ઠાકોરના સમર્થનમાં લોકો ઉતરી આવ્યા હતા અને ફેસબુક પર સપોર્ટ કરવા માટે અપીલ કરી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *