ટ્રમ્પનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા
અમદાવાદ, તા.૨૪: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા આજે સવારે શરૂ થઇ હતી. પરિવારની સાથે પહોંચી ગયા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. તેમના નિર્ધારિત કાર્યક્રમ પહેલા ત્રણ મિનિટ પહેલા પહોંચી ગયા હતા. અકિલા એરફોર્સ વનના વિમાન મારફતે તેઓ અમદાવાદ વિમાનીમથક ખાતે પહોંચી ગયા હતા. વોશિગ્ટન ડીસીથી સીધી રીતે તેઓ અહીં પહોંચ્યા છે. ટ્મ્પની યાત્રાની સાથે સાથે નીચે મુજબ છે
* ટ્રમ્પની હાઈપ્રોફાઇલ યાત્રા આજથી અકીલા શરૂ કરાઇ * ટ્રમ્પનુ સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા * અમદાવાદ વિમાની મથકે પહોંચ્યા બાદ લાલઝાઝમ બિછાવી સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર * વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતની હસ્તીઓ ટ્રમ્પનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચી * અમેરિકી સિક્રેટ સર્વિસના અધિકારીઓ તથા એનએસજી તથા કમાન્ડો ટીમ તૈનાત કરી દેવાઈ * સરદાર પટેલ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બોલીવુડ અને રમત-ગમત સાથે જોડાયેલી તમામ હસ્તીઓ હાજર * નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વેળા ગુજરાતના કલાકારોએ પણ રંગત જમાવી * રતન તાતા સહિતના ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ જગતની હસ્તીઓ હાજર * રોડ શોના માર્ગ પર એનએસજીની સ્નાઇપર અટકાયત ટુકડી તૈનાત * રોડ શો ઇન્દિરા પુલથી પસાર થઇને મોટેરા સ્ટેડિયમ સુધી * બોંબ નિષ્ક્રિય કરતી ટુકડી સહિત તમામ ટીમો આધુનિક હથિયારો સાથે સજ્જ રહેશે * પોલીસ અને અન્ય સુરક્ષા સંસ્થાઓ દ્વારા ૧૦૦થી વધુ વાહનોની મદદથી રોડ શોના માર્ગની ચકાસણી થઇ ચુકી છે * અમેરિકાના પ્રમુખના આગમન પહેલા ૪સી ૧૭ બ્લોગમાસ્ટર કાર્ગો વિમાન, હેલિકોપ્ટર મરીન, ભવ્ય એસયુવી વાહનો પહોંચી ચુક્યા છે * ૧૦૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા * ટ્રમ્પના કાફલામાં અમેરિકી વાહનો પણ રહ્યા * રોડ શોના માર્ગ ઉપર ૨૮ રાજ્યોના કલાકારો રંગત જમાવી રહ્યા છે * ગુજરાતના કલાકારો પણ કાર્યક્રમને ચારચાંદ લગાવવા સજ્જ રહ્યા * ટ્રમ્પની ટ્રીપ પહેલા પોલીસ રિહર્સલની કામગીરી પૂર્ણ કરાઈ * પોલીસ રિહર્સલ કામગીરીમાં ૧૦ હજારથી વધુ સુરક્ષા જવાનો, આરએએફ, એસઆરપીના જવાનો તૈનાત કરી દેવાયા * સમગ્ર અમદાવાદ શહેરને સુરક્ષા વ્યવસ્થા હેઠળ આવરી લેવાયું * ૧૦ હજાર સુરક્ષા જવાનોમાં ૨૫ આઈપીએસ ઓફિસરો, ૬૫ એસીપીનો પણ સમાવેશ * સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ એસપીજીના સભ્યો અને એનએસજી કમાન્ડોની ટુકડી પણ કવાયાતમાં સામેલ * રિહર્સલની પ્રક્રિયામાં અમેરિકી સંસ્થાઓના સભ્યો પણ સામેલ થયા * સુરક્ષા સંસ્થાઓ માટે મેસેજોની આપ-લે કરવા સ્પેશિયલ વાયરલેસ ચેનલની શરૂઆત કરાઈ * સિક્રેટ મેસેજોને નોર્મલ પોલીસ વાયરલેસ સિસ્ટમ ઉપર મોકલવામાં આવશે નહીં * રોડ શો પર એસપીજી, એનએસજી, ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી * ૩૦૦ ટેકનિકલ એક્સપર્ટ જાસૂસીની ફરજ પર જોડાઈ ચુક્યા છે * ઈલેકટ્રોનિક જાસૂસી માટે અલગ કંટ્રોલ રૂમની શરૂઆત થઈ ચુકી છે * ૧૨૦ ડોર ફ્રેમ મેટલ ડિટેકટર્સનો ઉપયોગ કરવામાં આવશે * ૨૪૦ હેન્ડહેલ્ડ મેટલ ડિટેકટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો * રૂટ પર ૨૦૦થી વધુ ક્લોઝ સર્કિટ કેમેરા ગોઠવાયા * સ્થળો પર ૧૨૦ સ્કેનિંગ મશીનો પણ મુકવામાં આવ્યા * જુદા જુદા જિલ્લાઓને કોડ નંબર આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાર્કિંગ વ્યવસ્થા લાગુ રહેશે * બોમ્બ ડિટેકશન અને ડિસ્પોઝલ ટુકડી પણ સ્થળ પર ગોઠવી દેવામાં આવી * એનએસજીની એક સ્પેશિયલ ટીમ પણ શહેરમાં પહોંચી