By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટ્રમ્પની લુખ્ખી દાદાગીરીઃ કોરોનાની દવાના મુદ્દ ભારતને આપી ‘બદલો’ લેવાની ધમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ટ્રમ્પની લુખ્ખી દાદાગીરીઃ કોરોનાની દવાના મુદ્દ ભારતને આપી ‘બદલો’ લેવાની ધમકી
GeneralInternationalNational

ટ્રમ્પની લુખ્ખી દાદાગીરીઃ કોરોનાની દવાના મુદ્દ ભારતને આપી ‘બદલો’ લેવાની ધમકી

HM News
Last updated: 07/04/2020 5:57 AM
HM News
5 years ago
Share
SHARE

મ્પે કહ્યું કે, ભારતે અમેરિકાના દવાના ઓર્ડરને શા માટે અટકાવી રાખ્યો છે એ મને સમજાતું નથી.

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાવાયરસના ચેપ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રઘવાયા થઈને લુખ્ખી દાદાગીરી પર ઉતર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલાં નરેન્દ્ર મોદીને ફોન કરીને મલેરિયા નાશક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો જથ્થો મોકલવા કહ્યું હતું. ભારતે આ દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી આ દવા અમેરિકામાં મોકલવા અંગે કોઈ નિર્ણય નથી લેવાયો. ટ્રમ્પ સાથે વાતચીત બાદ મોદીએ કહ્યું હતું કે, અમેરિકાના દવા મોકલવાના ઓર્ડર પર વિચાર કરીશું પણ કોઈ નિર્ણય હજુ નથી લીધો.

ભારતના આ વલણથી અકળાયેલા ટ્રમ્પે ભારતને ધમકી આપી છે કે, વડાપ્રધાન મોદી મલેરિયા નાશક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ નહીં હટાવે તો અમેરિકા તેનો બદલો લેશે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રવચનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ધેર મે બી રીટેલિએશન. મતલબ કે અમેરિકા બદલાની કાર્યવાહી કરી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે, ભારતે અમેરિકાના દવાના ઓર્ડરને શા માટે અટકાવી રાખ્યો છે એ મને સમજાતું નથી. વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, હાલ તો મેં મોદીએ શું નિર્ણય લીધો તે અંગે કશું સાંભળ્યું નથી. હું જાણું છું કે ભારતે અન્ય દેશોમાં દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે, મારી તાજેતરમાં જ તેમની સાથે ચર્ચા થઈ હતી. ભારતના અમેરિકા સાથેના સંબંધ ઘણા સારા છે. હવે જોવાનું એ છે કે, ભારત અમને દવા મોકલવાની મંજૂરી આપે છે કે નહીં.’ ભારત અને અમેરિકા વચ્ચે સારા વેપારી સંબંધ છે. ભારત અમેરિકાને દવા નહીં મોકલે તો બંનેના સંબંધો પર માઠી અસર થઈ શકે છે.

Ukraine War: ઝેલેન્સ્કીનું અંગ્રેજીમાં સંબોધન, વિશ્વભરના લોકોને રસ્તા પર ઉતરવા કરી અપીલ
દ્યોગપતિ મુકેશ અંબાણી,અજીમ પ્રેમજી,ઉદય કોટક,મિત્તલ સહિતનાને કરોડોનું નુકશાન : ડિ-માર્ટના દામાણીની સમ્પ્ટ 416 મિલિયનનો વધારો
ગુજરાતમાં એક્ઝિટ પોલમાં AAPના સૂપડા સાફ દેખાતા કેજરીવાલે આપી પ્રતિક્રિયા, આવું થયું તો…
પાંડેસરાની સિલ્ક મિલમાં રાત્રે ભીષણ આગ : ફાયરની 12 ગાડી કામે લાગી
રશિયન સૈન્યના યુક્રેન સરહદ પાર કરતાં જ આકરો જવાબ આપીશું : અમેરિકા
Share This Article
Facebook Email Print
Previous Article દુનિયાભરમાં કોરોના ફેલાવનારા ચીન પાસેથી 6.5 અબજ ડોલર દંડ વસૂલો: બ્રિટન
Next Article લોકડાઉનની મુદતમાં વધારો કરો: રાજ્યોની કેન્દ્ર સરકારને અપીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up