By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટ્રમ્પે આપ્યા સંકેતો અમેરિકા હવે સેફઃ ખોલાશે શટડાઉન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ટ્રમ્પે આપ્યા સંકેતો અમેરિકા હવે સેફઃ ખોલાશે શટડાઉન
GeneralInternational

ટ્રમ્પે આપ્યા સંકેતો અમેરિકા હવે સેફઃ ખોલાશે શટડાઉન

HM News
Last updated: 06/05/2020 1:14 PM
HM News
5 years ago
Share
SHARE

– અમેરિકામાં ૭૦,૦૦૦ લોકોના મોત થયા છેઃ ૧૦ લાખ લોકો સંક્રમિત

વોશિંગટન, તા.૬: દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે લોકો ચિંતિત છે ત્યારે અમેરિકામાં હાહાકાર મચાવનારા આ વાયરસની વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નાગરિકોને કોરોના વોરિયર્સ ગણાવ્યા છે.ટ્રમ્પે એરિજોના પહોંચીને ત્યાં ફ૯૫ માસ્ક બનાવનારી કંપની હનીવેલ ફેસિલિટીની મુલાકાત લીધી હતી.આ દરમિયાન ટ્રમ્પે એકવાર ફરી દેશમાંથી પ્રતિબંધો ઉઠાવી લેવાની અને કામકાજ ફરી શરુ કરવાની વાત કરી છે.હનીવેલી ફેસિલિટીની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું,’હું અમેરિકાના લોકોને કોરોના વોરિયર્સ તરીકે જોઉં છું.હું દેશના લોકોની દૃઢતાને ધન્યવાદ કરું છું.આપણે ઘણાં અમેરિકાના નાગરિકોના જીવ બચાવ્યા છે.હવે આપણો દેશ કોરોનાના આગામી તબક્કામાં છે.સુરક્ષિત અને દેશને ફરી ખોલવાના તબક્કામાં છે.’ટ્રમ્પે એ પણ કહ્યું કે,’કંઈક સારું થવા જઈ રહ્યું છે.આપણે શાનદાર પ્રગતિ કરી છે પણ હજુ હું આ સમય વિશે વાત કરવા નથી માગતો.આપણે નવી થેરપી અને વેકસીનની દીશામાં આગળ વધી રહ્યા છીએ.૯૦ કિલનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે અને હજારો હજુ શરુ થવાના છે. એરિજોના પહોંચવું એ ટ્રમ્પના સામાન્ય પ્રવાસ તરીકે જોવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘સામાન્ય રીતે આવી ફેસિલિટી તૈયાર કરવામાં ૯ મહિનાનો સમય લાગે છે.પણ હનીવેલે શાનદાર કામ કરીને ૫ અઠવાડિયાથી ઓછા સમયમાં એવી ૨ ફેકટરીઓ બનાવી છે.અહીં ૨૦ મિલિયન માસ્કનું પ્રોડકશન થયું.’ અમેરિકામાં કોરોના રોકવા માટે દ્યણાં વિસ્તારોમાં શટડાઉન કરવામાં આવ્યું છે અને ટ્રમ્પ તેને ખોલવા માગે છે જેથી આર્થિક સ્થિતિને ઝાટકો ના લાગે.જેના કારણે ટ્રમ્પની સરકાર અને સ્થાનિક સરકારો વચ્ચે ખેંચતાણ ચાલે છે.આ સાથે જ ટ્રમ્પે જણાવ્યું કે,’જેમણે કોરોનાના કારણે પોતાનાને ગુમાવ્યા છે,જેમનું કોઈ નથી.હું આ વિશે વિચારું તો રાત્રે ઊંદ્યી શકતો નથી.તેનાથી હું સૌથી વધારે પ્રભાવિત છું.’જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરસની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા ૧૨,૩૭,૬૩૩ લોકો કોરોના વાયરસમાં સપડાયા છે,જયારે ૭૨,૨૭૧ લોકોના મોત થઈ ગયા છે.અને ૨,૦૦,૬૨૮ લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

મહેસાણામાં વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ
સુરતમાં વધુ 17 કોરોના પોઝિટિવ :સુરતમાં કુલ 572 અને ગ્રામ્યના 21 કેસ નોંધાયા: 40 દર્દીઓ કોરોનાને મ્હાત આપી
BJP-MLA નું વિવાદિત નિવેદન, ખેડૂતો આંદોલનમાં ખુબ ખાય છે ચિકન બિરિયાની, ફેલાવી રહ્યાં છે બર્ડ ફ્લૂ
હવે અંગ્રેજો પર ભારતીય રાજ કરશે?
ફ્લોર ટેસ્ટ પહેલાં જ ઉદ્ધવનું રાજીનામુંઃ ભાજપનો માર્ગ મોકળો
Share This Article
Facebook Email Print
Previous Article ૨૪ માર્ચથી ૩૦ એપ્રિલ સુધી નાના વેપારીઓને ૫.૫૦ લાખ કરોડનું નુકશાનઃ ૨૦%ના ધંધા બંધ થશે
Next Article તબલીગી જમાતનાં મૌલાના સાદ પર ક્રાઇમ બ્રાન્ચે ગાળિયો કસ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up