ટ્રમ્પે કહ્યું અમારા પર પર્લ હાર્બલથી પણ મોટો હુમલો

HM News
1 Min Read

વોશિંગ્ટનઃ દુનિયાની મહાસત્તા અમેરિકા આજે નોવેલ કોરોના વાઇરસ સામે લાચાર છે,12 લાખ કરતા વધુ લોકો અહી કોરોના સંક્રમિત થયા છે,74 હજાર કરતા વધુ લોકોનાં કોરોનાંથી મોત થઇ ગયા છે,આ સ્થિતીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો વધી રહ્યો છે,તેમને ચીનને ફરીથી ધમકી આપતા કહ્યું છે કે અમારા પર પર્લ હાર્બરથી પણ મોટો કોરોનાનો હુમલો થયો છે,જાપાને વર્ષો પહેલા પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો,જેમાં અનેક અમેરિકનોનાં મોત થઇ ગયા હતા,તેની સરખામણની કોરોના વાઇરસનાં હુમલા સાથે કરી છે.

ટ્રમ્પે કહ્યું છે કે ચીનના વુહાનથી ફેલાયેલા વાઇરસને કારણે દુનિયા આખી આજે મુશ્કેલીમાં છે,ચીને પોતાની નિષ્ફળતાઓ છુપાવવા દુનિયાને અંધારામાં રાખીને ખતરો વધારી દીધો છે.ટ્રમ્પે કહ્યું કે આ એક અદ્રશ્ય દુશ્મન છે,અમેરિકા તેની સાથે લડી રહ્યું છે.ત્યારે ટ્રમ્પની વારંવાર ચીનને આપવામાં આવતી ધમકી પરથી સ્પષ્ટ છે કે અમેરિકા ચીનને કોઇને કોઇ રીતે જડબાતોડ જવાબ આપવા માંગે છે,જો કે ચીને પણ સામે અમેરિકાની ધમકીઓનો અનેક વખત જવાબ આપ્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *