આગ્રા,તા.૨૪
તાજમહેલની સુંદરતાથી અભિભૂત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભ્રમણ કરવાની સાથે વિઝિટર બુકમાં લખ્યું કે, આ ભારતની શાનદાર અને વિવિધતાપૂર્ણ સંસ્કૃતિનો અમિટ દસ્તાવેજ છે. તાજમહેલ પ્રેરણા આપે છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ પત્ની મેલાનિયા સહિત પુત્રી ઇવાક્ના અને જમાઈ જેરેડ કુશનરની સાથે આગરા એરપોર્ટ પર કલાકારોના પ્રદર્શનને નિહાળ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ તાજમહેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગાઇડ નિતિન સિંહે ટ્રમ્પ દંપતિને પ્રેમના પ્રતિક સમા તાજમહેલનું ભ્રમણ કરાવ્યું હતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગરા પહોંચ્યા તો ૧૩ કિલોમીટર લાંબા રસ્તા પર લગભગ ૨૫ હજાર શાળાના વિદ્યાર્થીઓએ જગ્યા-જગ્યા પર તેમનું સ્વાગત કર્યું હતું.
આગ્રા ખાતે તાજ મહેલ જોવા પહોંચેલા ટ્રમ્પ અને મેલેનિયાએ વિઝીટર બુકમાં સંદેશ લખ્યો. જેમાં લખ્યું કે, તાજ મહેલે અમને પ્રેરીત કર્યા અને આશ્ચર્યચકિત કર્યા. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહર છે તાજ મહેલ. તાજ મહેલ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર સંસ્કૃતિની સમૃદ્ધતા છે.
ભારતના પ્રવાસે જે કોઇ પણ વીવીઆઇપી આવે છે તેઓ તાજમહેલની મુલાકાતે અચુક આવે છે. આ પહેલા તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ તાજમહેલની મુલાકાત લઇ ચુક્યા છે.
અમદાવાદથી ઉડાન ભર્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશેષ વિમાનથી તાજનગરી આગ્રા પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે તેમના પત્ની મેલેનિયા, પુત્રી ઇવાંકા અને જમાઇ જેર્ડ કુશનર પણ સાથે હતા.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રાના તાજ મહેલના દીદાર કર્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે ફરી એક વખત હિન્દીમાં ટ્વીટ કર્યુ હતું. ટ્રમ્પે પોતાના ટ્વીટમાં કહ્યુ કે અમેરિકા અને ભારત પોતાના દેશોને મજબૂત બનાવશે.
ટ્રમ્પ દંપતિએ પ્રેમના પ્રતિક ‘તાજ’ના કર્યા દિદાર : થયા ભાવવિભોર
Leave a Comment