વૉશિંગ્ટન,તા.૨૬
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિના કરેલા ભવ્યાતિભવ્ય સ્વાગત અને બંને વચ્ચે થયેલી મુલાકાતથી અમેરિકાના સાંસદો ભારે ખુશ થયા છે. તેમણે મોદી-ટ્રમ્પની મુલાકાતને અમેરિકાના રાષ્ટ્રીય હિતો તથા વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખુબ જ મહત્વની ગણાવી હતી. સેનેટર ટેડ ક્રુઝે કહ્યું હતું કે, ભારત એક મિત્ર છે, સહયોગી છે અને ધરતી પરનું સૌથી મોટું લોકતંત્ર છે.
બે દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવ્યા હતાં. બે શક્તિશાળી નેતાઓની આ મુલાકાતની દુનિયા આખીએ નોંધ લીધી હતી. દુનિયામાં આ મુલાકાતના ઘેરા પડઘા પડયા હતાં. અમેરિકા અને ભારત આ મુલાકાતને બંને દેશોના ઉજ્જ્વલ ભવિષ્ય માટે મહત્વની ગણાવી રહ્યાં છે. હવે અમેરિકાના ઘણા સેનેટર પણ મોદી-ટ્રમ્પની આ મુલાકાતથી ગદગદ છે.
સેનેટર ક્રુઝે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ટ્રમ્પ અને મોદીની મુલાકાત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. ગત વર્ષે ટેક્સાસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા મને ગર્વની અનુભુતી થઈ હતી અને ત્યાં મેં ભારત-અમેરિકી મિત્રતા પ્રત્યે પોતાનો દ્રઠ સંકલ્પ દોહરાવ્યો હતો.
સાંસદ પીટ એલ્સને કહ્યું હતું કે- ભારતમાં ટ્રમ્પનું જે રીતે સ્વાગત થયું, તે જોઈ ખુબ જ સારૂ લાગ્યુ. ભારત વ્યાપાર અને કૂટનીતિ બંને મામલે અમેરિકાનું સૌથી મોટું ભાગીદાર છે.
રિપબ્લિકન નેતા કેવિન મૈકકર્થીએ કહ્યું હતું કે, ભારતમાં ટ્રમ્પનું જે રીતે ગરમજોશીથી સ્વાગત કરવામાં આવ્યું, તે બંને દેશો વચ્ચે મજબુત સંબંધો દર્શાવે છે અને એ પણ સાબિત કરે છે કે, દુનિયા તેના કારણે સુરક્ષીત છે.
ટ્રમ્પ-મોદીની મુલાકાતથી અમેરિકાના સાંસદો ગદ્દગદ્દ
Leave a Comment