By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટ્રમ્પ શાસનના આંતરિક રીપોર્ટમાં સનસનીખેજ ખુલાસો જૂનમાં અમેરિકામાં ‘કોરોના બોંબ’ ફૂટશે : રોજ ૩૦૦૦ લોકો મરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ટ્રમ્પ શાસનના આંતરિક રીપોર્ટમાં સનસનીખેજ ખુલાસો જૂનમાં અમેરિકામાં ‘કોરોના બોંબ’ ફૂટશે : રોજ ૩૦૦૦ લોકો મરશે
GeneralInternational

ટ્રમ્પ શાસનના આંતરિક રીપોર્ટમાં સનસનીખેજ ખુલાસો જૂનમાં અમેરિકામાં ‘કોરોના બોંબ’ ફૂટશે : રોજ ૩૦૦૦ લોકો મરશે

HM News
Last updated: 05/05/2020 11:59 AM
HM News
5 years ago
Share
SHARE

– ઓગસ્ટ સુધીમાં મૃતકોની સંખ્યા થશે ૧,૩૫,૦૦૦ : અર્થતંત્રના છોતરા નીકળી જશે

વોશિંગ્ટન તા. ૫ : અમેરિકા એવો દેશ છે જે કોરોના સંક્રમણ મોત બંને મામલે હાલમાં વિશ્વમાં ટોપ પર છે.સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખથી વધુ અને મૃતકોની સંખ્યા ૬૯ હજારથી વધુ છે અને આંકડો સતત વધતો જ જાય છે.ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ ટ્રમ્પ પ્રશાસનના એક આંતરિક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂનમાં દરરોજ ૨ લાખ નવા કેસ નોંધાશે.દરરોજ ૨ લાખ નવા કોરોનાના કેસનું આંકલન એવા સમયે સામે આવ્યું છે.જ્યારે અમેરિકામાં લોકડાઉનમાં છૂટ આપવી પડશે.ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકડાઉન હટાવાની વાત જોરશોરથી કરી રહ્યા છે અને આ મુદ્દા પર વિરોધ કરી રહેલા લોકોને પણ તેઓ સમર્થન આપી રહ્યા છે.ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ ટ્રમ્પ પ્રશાસનના આંતરિક રિપોર્ટમાંથી માલુમ પડયું છે કે ૧ જૂન સુધીમાં કોરોનાથી રોજ થતા મૃત્યુનો આંકડો ૩ હજારે પહોંચશે.હાલમાં અંદાજે રોજ ૧૭૫૦ના મોત થઇ રહ્યા છે.અમેરિકાની ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના આંકડા આધારે આંકલન કરવામાં આવ્યું છે કે,હાલમાં અમેરિકામાં રોજ અંદાજે ૨૫ હજાર નવા કેસ સામે આવી રહ્યા છે પરંતુ જૂનમાંથી રોજ ૨ લાખ થશે.બીજી બાજુ,યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનનો અંદાજ છે કે ઓગષ્ટના શરૂઆત સુધી અમેરિકામાં મૃતકોની સંખ્યા ૧,૩૫,૦૦૦ સુધી પહોંચી જશે.જો કે ૧૭ એપ્રિલે તે અંદાજે ૬૦ હજારના મોત થયા હતા.ઉલ્લેખનીય છે કે ૪ મે સુધી અમેરિકામાં ૬૯ હજારથી વધુ લોકોના મોત થયા છે.૧૧ મે સુધી અમેરિકાના ૩૧ રાજ્યોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ નિયમોમાં છુટ મળવાની આશા છે.એવામાં આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે કોરોનાનું સંક્રમણ તેજીથી ફેલાય શકે છે.

મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ : ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૭ રને હરાવ્યું
સુરત પાલિકાએ અત્યાર સુધી 42.34 લાખ લોકોનો સરવે કર્યો
મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ: રાજકોટ બાર માંથી કોણ કેસ લડશે?
પયગંબર મોહમ્મદ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટિપ્પણીના પાકિસ્તાનમાં વખાણ થયા
અખાત્રીજના મહાપર્વે શુકનવંતી ખરીદીનો આજે ધમધમાટ વધશે
Share This Article
Facebook Email Print
Previous Article ઓહોહો… ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં ૨૨૫ કરોડનો દારૂ વેચાયો : દારૂની દુકાન ખુલતા જ લોકો તુટી પડયા
Next Article ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા બદલ 16 વર્ષની જેલ અને 74 કોરડાની સજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up