– લિગ્નાઇટ ટ્રક યુનિયનમાં સભ્ય બનવાની ના પાડતા અન્ય ટ્રાન્સપોર્ટર્સની કરતુતની આશંકા
– ફેદરા અને ઉમરાળા પાસે ટ્રકને આગ લગાવી
અમદાવાદ : ભાવનગરના વરતેજ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર જયદિપસિંહને ભાવનગર લિગ્નાઇટ ટ્રક યુનિયન દ્વારા યુનિયનમાં સભ્યપદ મેળવવવા માટે દબાણ કરવામાં આવતુ હતું.જો કે જયદિપસિંહે સભ્યપદ લેવાની ના પાડતા ધમકી આપવામાં આવતી હતી. જેમાં તેમની ત્રણ ટ્રક પૈકી લિગ્નાઇટ ભરેલા બે ટ્રકને ફેદરા અને ઉમરાળા પાસે કેટલાંક લોકોએ રસ્તામાં રોકીને સળગાવી દીધાની ઘટના બની છે.જે અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ભાવનગરના વરતેજમાં રહેતા જયદિપસિંહ ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને તેમના મોટાભાગના ટ્રક લિગ્નાઇટના ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં કરે છે.જો કે ભાવનગરમાં લિગ્નાઇટને લોડ કરતા ટ્રાન્સપોર્ટર્સનું લિગ્નાઇટ ટ્રક યુનિયન છે.જેમાં જયદિપસિંહ ગોહિલને કૃષ્ણદેવસિંહ,ભારતસિંહ, જસુભા અને અન્ય સભ્યો દ્વારા દબાણ કરવામાં આવતુ હતું.એટલું જ નહી જો જયદિંપસિંહ ગાહિલ ધમકી પણ આપવામાં આવતી હતી.મંગળવારે જયદિપસિંહે ત્રણ ટ્રકમાં લિગ્નાઇટ લોડ કર્યો હતો અને તેને અડાલજ, જેતપુર અને બાવળા મોકલવાના હતા.પરંતુ, ટ્રકને યુનિયનના માણસોએ ટ્રકને નુકશાન કરવાની ધમકી આપી હતી.જેથી પોલીસ બંદોબસ્તમાં ટ્રકને ઓફિસ સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને જ્યાંથી રવાના કરાયા હતા.જો કે બુઘવારે ઉમરાળા પાસે કેટલાંક લોકોએ ટ્રકને રસ્તામાં રોકીને સળગાવી દીધી હતી.બાદમાં બાઇક પર આવેલા કેટલાંક લોકોએ અડાલજ જતા ટ્રકને ફેદરા પાસે રોકીને આગ લગાવી દીધી હતી.જે અંગે જયદિંપસિંહે યુનિયન સાથે સંકળાયેલા બળભદ્રસિંહ ચુડાસમા અને કૃષ્ણદેવસિંહ ગોહિલ તેમના માણસો દ્વારા આગ લગાવવાનું કૃત્ય કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.જે અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


