ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.આમ ન કરવાથી તમને અને અન્ય લોકોને મોટું નુકસાન થઈ શકે છે. તમારી બેદરકારીને કારણે તમારી સાથે અન્ય કોઈનો જીવ જોખમમાં આવી શકે છે.આવી સ્થિતિમાં,તમને સલાહ આપવામાં આવે છે કે તમારું વાહન હંમેશા જવાબદારી સાથે ચલાવો.જો તમે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરો અને નવા ટ્રાફિક નિયમો અનુસાર,તો તમારી સ્કૂટી માટે 23000 રૂપિયાનું ચલણ કપાઈ શકે છે.તમારા ડ્રાઇવિંગ લાયસન્સ વિના સ્કૂટી ચલાવવા માટે– રૂ. 5000 દંડ,રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) વિના ડ્રાઇવિંગ માટે – રૂ. 5000 ચલણ, વીમા વિના – રૂ. 2000 ચલણ,એર પોલ્યુશન સ્ટાન્ડર્ડ તોડવા માટે– રૂ. 10000 દંડ અને હેલ્મેટ વિના ડ્રાઇવ કરવા માટે 1000 રૂપિયાના દંડનો સામનો કરવો પડશે.