By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટ્રાફિકના નિયમો તોડવા બદલ 2500 લોકો પોતાના ડ્રાઇવિંગ લાઇસંસ ગુમાવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ટ્રાફિકના નિયમો તોડવા બદલ 2500 લોકો પોતાના ડ્રાઇવિંગ લાઇસંસ ગુમાવશે
GeneralMumbai

ટ્રાફિકના નિયમો તોડવા બદલ 2500 લોકો પોતાના ડ્રાઇવિંગ લાઇસંસ ગુમાવશે

HM News
Last updated: 19/04/2022 5:50 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરૃદ્ધ મુંબઇ ટ્રાફિક પોલીસની કારવાઇ જોરશોરથી ચાલી રહી છે.ટ્રાફિક પોલીસના જણાવવા મુજબ છેલ્લા ૧૧ દિવસમાં ૧૫,૬૦૯ વાહનચાલકો સામે પોલીસે હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.એ ઉપરાંત, ૬ થી ૧૬ એપ્રિલ દરમ્યાન ૨,૪૪૬ વાહન ચાલકોના વિવિધ ગુના બદલ લાઇસંસ સસ્પેન્ડ કરવના ટ્રાફિક પોલીસે આરટીઓને પત્ર લખ્યો છે.આરટીઓની મંજુરી મળતા જ આ ૨૪૪૬ ડ્રાઇવિંગ લાઇસંસ ધારકોના લાઇસંસ સસ્પેન્ડ કરી દેવાશે.એની પાછળનો ઉદ્દેશ ટ્રાફિકના નિયમોનો સખતાઇથી પાલન કરાવવાનો છે.ટ્રાફિક પોલીસે આપેલી માહિતી મુજબ જે લોકોએ ટ્રાફિકના નિયમો તોડવાનો ગુનો કર્યો છે એમને ટ્રાફિક પોલીસના હેડકવાર્ટરમાં હાજર થવા સમન્સ બજાવાયા છે.અત્યાર સુધીમાં ૩૯૫૧ વાહનચાલકોને સમન્સ જારી કરાયા છે. જ્યારે ૧૯૪૦ વાહનચાલકોને હેડકવાર્ટરમાં બોલાવી હાથોહાથ સમન્સ અપાયા છે.જેમને સમન્સ મળ્યા છે એ લોકોએ કોઇ પણ સંજોગોમાં ટ્રાફિકના ગુના બદલ દંડ ભરવો જ પડશે.અત્રે નોંધવું જોઇએ કે સંજય પાંડેએ મુંબઇના પોલીસ કમિશનર બન્યા બાદ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.એમણે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓના વાહનો જપ્ત કરવાની અને વારંવાર નિયમો તોડનારા વાહનચાલકોના લાઇસંસ સસ્પેન્ડ કરવાની ચીમકી પણ આપી હતી.

ટ્રાફિક પોલીસે આ મહીને શરૃ કરેલા અભિયાન હેઠળ વીકએન્ડમાં સૌથી વધુ ગુના નોંધાયા હતા.૯ અને ૧૦ એપ્રિલે હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર ચલાવવાના આરોપ હેઠળ અનુક્રમે ૧૭૩૦ અને ૧૨૫૬ લોકો વિરૃદ્ધ ગુના નોંધાયા હતા.જ્યારે શનિવાર ૧૬ એપ્રિલે ૧૫૧૫ કેસ નોંધાયા હતા એ ઉપરાંત શનિ-રવિમાં અનુક્રમે ૨૮૩ અને ૧૯૧ વાહનચાલકોના લાઇસંસ સ્થગિત કરવાની ભલામણ કરાઇ હતી.

યુકેની હાઈકોર્ટે વિજય માલ્યાની પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી ફગાવી
એડિશનલ મેજિસ્ટ્રેટના ત્યાં દરોડો, 21 પ્લોટ, 5 વાહનો સહિત કરોડોની સંપત્તિ જપ્ત કરાઈ
સુરત : કોંગ્રેસ SC સેલના પ્રમુખ 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
કોરોના સામે લડવા અર્થતંત્રના ભોગે આખો દેશ બંધ કરી શકાય નહીં : ટ્રમ્પ
GDPના ૧૨૦ ટકાએ પહોંચશે દેવું ભારત પર દેવાનો બોજ રહેશે ઓછો
Share This Article
Facebook Email Print
Previous Article જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી અને મૈત્રી કરાર કરનાર એક યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત
Next Article Amway India ફસાઈ મની લોન્ડ્રિંગ કેસમાં, EDએ 757 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up