મહારાષ્ટ્રના પુણેમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે.અહીં નાના પેઠ વિસ્તારમાં રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા બાઈકને ટ્રાફિક પોલીસે ટોવિંગ ક્રેનથી બાઈક સવાર સાથે ઉઠાવી લીધી હતી.આ ઘટનાનો વીડિયો સો. મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના ગુરૂવારે બની હોવાનું કહેવાય છે.ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.તો વળી ટ્રાફિક પોલીસનું કહેવુ છે કે, બાઈક નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી હતી.જ્યારે બાઈક ઉઠાવી તો બાઈકનો ચાલક પણ જાણી જોઈને બાઈક પર બેસી ગયો.
આ ઘટનાનો વીડિયો હાલ સો. મીડિયાથી સામે આવ્યા બાદ લોકો ટ્રાફિક પોલીસને બરાબરનું સંભળાવી રહ્યા છે.ડીસીપીએ જણાવ્યુ હતું કે, આ શખ્સે માફી માગી અને બાદમાં દંડ પણ ભરી દીધો હતો.આ બાજૂ ટ્રાફિક પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.જે આ ટીમમાં શામેલ હતા.

