નવી દિલ્હી,તા. ૧૯ : કોરોના વાયરસની મહામારીના કારણે મહિનાઓ સુધી ટ્રેનોનું સંચાલન સ્થગિત રહ્યું હતું.બાદમાં પેન્ટ્રી કાર વિના સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.હવે રેલવે ૩૦૦ ટ્રેનોમાં પેન્ટ્રી કાર હટાવવા માટે વિચારી રહી છે.એવું માનવામાં આવી રહ્યું છે કે રેલવેના આ નિર્ણયથી રેલવે સેકટરમાં કાર્યરત ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોની નોકરીઓ પર અસર થશે. રેલવેની આવકને દ્યણું નુકસાન થયું છે.બીજી બાજુ લોકોને હવે એવી આદત થઈ ગઈ છે કે તેઓ મુસાફરી દરમિયાન દ્યરેથી જમવાનું લાવી રહ્યા છે.એક ટ્રેનની પેન્ટ્રી કારમાં ૨૦થી ૩૦ લોકો કામ કરે છે કે જેમાં રસોઈયાથી લઈને વેઈટર્સ સહિતના લોકો સામેલ હોય છે. આ હિસાબથી જો ૩૦૦ ટ્રેનોમાં પેન્ટ્રી કાર હટાવવાનો નિર્ણય લેવામાં આવે તો લગભગ ૧૦ હજાર નોકરીઓ પર અસર થઈ શકે છે.રેલવે હવે ઈ-કેટરિંગ પર વિચાર કરી રહ્યું છે.આ સિવાય મોટા સ્ટેશનો પર બેઝ કિચન તૈયાર કરવાની પણ યોજના છે.રિપોર્ટ મુજબ આ પ્રસ્તાવ બે મોટા રેલવે યૂનિયન તરફથી રજૂ કરાયો છે.જાણકારી મુજબ,રેલવેએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.યૂનિયને પોતાનો પ્રસ્તાવ રજૂ કરતા એવું પણ કહ્યું છે કે પેન્ટ્રીમાં કામ કરતા લોકો રેલવેનો સ્ટાફ નથી.
તેઓ પ્રાઈવેટ કોન્ટ્રાકટર માટે કામ કરે છે.તેવામાં રેલવે યૂનિયનને આ પ્રસ્તાવ રજૂ કરવામાં કોઈ આપત્ત્િ। નથી.એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે પેન્ટ્રી કારને એસી ૩-ટાયરથી રિપ્લેસ કરવાથી રેલવેને આશરે ૧૪૦૦ કરોડની વાર્ષિક આવક થશે. પેન્ટ્રી કારની સુવિધા મેલ, એકસપ્રેસ, સુપરફાસ્ટ અને પ્રીમિયમ સર્વિસ ટ્રેનોમાં સામેલ છે.હાલ ૩૫૦ જોડી ટ્રેનોમાં પેન્ટ્રીની સુવિધા છે.