સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટરના નવા માલિક એલન મસ્કે Twitter user માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. Elon Muskએ જણાવ્યું છે કે, હવે ટ્વિટર યૂઝર પ્રતિ લેખના આધારે વાંચનનો ચાર્જ વસૂલવામાં આવશે.જો કોઈ યૂઝરે ટ્વિટરના મંથલી સબ્સક્રિપ્શન પ્લાન સાથે સાઈન અપ ન કરે તો તેને આર્ટિકલ વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.આ માટે મીડિયા પબ્લિશર્સને યૂઢર પાસેથી ચાર્જ વસૂલવાની મંજૂરી આપવામાં આવશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક એલન મસ્કે યૂઝર્સને મોટો સંકેત આપ્યો છે.
એલન મસ્તે આ અંગે એક ટ્વિટ કર્યું છે.તેમણે આ ટ્વિટમાં કહ્યું છે કે, આગામી મહીનાથી ટ્વિટરના યૂઝરે પ્રતિ આર્ટિકલ ચાર્જ ચૂકવવો પડશે.જો કોઈ યૂઝરે ટ્વિટરના મંથલી સબ્સક્રિપ્શન પ્લાન સાથે સાઈન અપ ન કરે તો તેને આર્ટિકલ વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.એલન મસ્કે કહ્યું હતું કે, અનેક લોકોએ આ માટે આ આવકનો એક મહત્ત્વપૂર્ણ સોર્સ બનશે અને યૂઝર માટે મીડિયા પબ્લિશર સારું કન્ટેન્ટ તૈયાર કરશે. તેઓ વધુ સમય લઈને સારા કન્ટેંટ રજૂ કરશે જેનાથી યૂઝર તેને વાંચવા માટેની ફી ચૂકવી શકે.આ અગાઉ એલન મસ્કે વેરિફાઈ ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવવાનો નિર્ણય કર્યો હતો.એલન મસ્કે કહ્યું હતું કે, જે Twitter યૂઝર બ્લૂ ટિક માટે પૈસા નહીં ચૂકવે,તેમને બ્લૂટિક નહીં મળે.
Rolling out next month, this platform will allow media publishers to charge users on a per article basis with one click.
This enables users who would not sign up for a monthly subscription to pay a higher per article price for when they want to read an occasional article.…
— Kekius Maximus (@elonmusk) April 29, 2023
એલન મસ્કે બ્લૂ ટિકને લઈને 12 એપ્રિલના રોજ ટ્વિટ કર્યું હતું કે, 20 એપ્રિલથી બ્લૂ ટિક માર્ક વેરિફાઈડ અકાઉન્ટથી હટી ગયું હતું.તેનાથી લગભગ એક સપ્તાહ બાદ એલન મસ્કે ફરીથી મશહૂર લોકો અને હસ્તીઓને બ્લૂ ટિક ફ્રીમાં પરત કરી દીધું હતું.
હવે એલન મસ્કે ટ્વિટ કર્યું છે કે, ટ્વિટર આગામી મહીનાથી મીડિયીા પબ્લિશરને પોતાના આર્ટિકલ વાંચવા માટે યૂઝર પાસેથી ચાર્જ વસૂલવાની અનુમતિ આપશે. Twitter યૂઝર પાસેથે દરેક આર્ટિકલના આધાર પર શુલ્ક વસૂલવામાં આવશે.જો Twitter User મંથલી સબ્સક્રિપશન પ્લાન નહીં લે તો તેમણે વધુ રકમ ચૂકવવી પડશે.આ પ્રકારની રકમ કન્ટેન્ટ ક્રિએટર પાસે જાય છે અને ટ્વિટર તેને પોતાની પાસે નથી રાખતું.


