– હું તમને અને તમારી ગેંગને સત્તાની બેઠક પરથી હટાવી દઈશ : સુકેશ ચંદ્રશેખર
નવી દિલ્હી, તા. 29 માર્ચ 2023, બુધવાર : મની લોન્ડરિંગ મામલે દિલ્હીની મંડોલી જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે વધુ એક પત્ર લખ્યો છે. સુકેશે પોતાના પત્રમાં આમ આદમી પાર્ટીને ‘કટ્ટર કરપ્ટ પાર્ટી’ ગણાવી છે.
3 પેજના પોતાના આ પત્રમાં સુકેશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને કટ્ટર કરપ્ટ પાર્ટી ગણાવતા તેને સંપૂર્ણ રીતે બેનકાબ કરવાનો દાવો કર્યો છે.તેણે આરોપ લગાવ્યો છે કે, સીએમ કેજરીવાલ અને તેમના લોકો તેના પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.પણ હું તમને જણાવી દઉં કે, તમે ગમે તેટલો પ્રયત્ન કરો હું પીછેહઠ નહિ કરું.
સુકેશના પત્રમાં પ્રમુખ દાવા
– કેજરીવાલ જી તમારા ચહેરા પર ડર જોઈને ખૂબ જ સંતોષ થાય છે અને તમે તેને જાણો છો.બધું સમાપ્ત થઈ રહ્યું છે.તમે ભલે ગમે તેવો ઢોંગ કરવાનો પ્રયાસ કરો હવે કોઈ તમારા પર વિશ્વાસ નથી કરતું.હવે બધું સમાપ્ત થઈ ગયું છે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
– કેજરીવાલ જી હું તમને અને તમારા ‘કટ્ટર કરપ્ટ પાર્ટનર’ (સત્યેન્દ્ર જૈન)ને “નાનું ટીઝર” બતાવવા જઈ રહ્યો છું.તેમણે મારી સાથે કરેલી વાતચીતને હું જાહેર કરીશ.આ પછી મને નથી ખબર કે, તમારે લોકોને કયો ચહેરો બતાવવો પડશે? દિલ્હીની જનતાએ તમારા પર વિશ્વાસ કર્યો અને તમને મત આપ્યા.આવતા અઠવાડિયે હું એક ટીઝર રિલીઝ કરીશ.
– કેજરીવાલ જી, જેલમાં રહેલા મનીષ સિસોદિયાને કેવી રીતે VVVIP સુવિધા આપવામાં આવી રહી છે તેની સત્યતા હું જાણું છું.આપના નેતા સૌરભ ભારદ્વાજ કહે છે કે જેલ અમારી છે,જેલ અમારા વહીવટ હેઠળ છે અને કોઈ કંઈ કરી શકે તેમ નથી.તો પછી શા માટે નાટક કરીને તમારી મજાક ઉડાવો છો.
– કેજરીવાલ જી તમે અને તમારી ગેંગ સત્તામાં રહેવાને લાયક નથી, હું વચન આપું છું કે આવતા અઠવાડિયે હું પુરાવા સાથે ખુલાસો કરીશ.હું તમને અને તમારી ગેંગને સત્તાની બેઠક પરથી હટાવી દઈશ.મારા પરિવારના સભ્યોને પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે.હવે તમે તૈયાર રહો પુરાવા ખુલ્લેઆમ સામે આવશે.