રાજકોટ,તા.૨૪
કુવાડવાના મેસવડામાં રહેતાં અને દૂધની ડેરી ચલાવી ખેતી કરી ગુજરાન ચલાવતાં તેમજ ભરવાડ કુટુંબના મેલડી માતાજીના ભુવા મેરાભાઇ નાથાભાઇ સાંગડીયા (ઉ.વ.૫૦) પર ૧૭ ફેબ્રુઆરીના રોજ ગામના જ હકા અને તેના પિતા ખીમજી બાવળીયાએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ આજે ખાનગી હોસ્પિટલમાં મેરાભાઇએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. અગાઉ હકો ડેરી પાસે મહિલા ગ્રાહકોની હાજરીમાં ગાળો બોલતો હોય તેને મેરાભાઇના ભાઇએ ઠપકો આપ્યો હોય તેનો ખાર રાખી તેણે આ હુમલો કર્યાનું સામે આવ્યું હતું. ઓરોપી પિતા-પુત્રને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતાં. હાલ બંને જેલહવાલે છે.
મેરાભાઇના પુત્ર નવઘણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મેસવડામાં શ્રી મેસવડા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ડેરી ચલાવે છે. ૧૭મીએ સોમવારે સાંજે છએક વાગ્યે પોતે ડેરી ખોલીને બેઠો હતો ત્યારે ગ્રાહક દૂધ ભરાવવા આવ્યા હતાં. સાંજે પોણા આઠેક વાગ્યે ડેરીએ પારસ દેવાભાઇ સાંગડીયા અને કાળુભાઇ જહાભાઇ સાંગડીયા દૂધ ભરાવવા આવ્યા હતાં. આ વખતે અમારા ગામનો હકો ખીમજીભાઇ બાવળીયા ડેરીને સામે આવ્યો હતો. આ હકો અગાઉ એકાદ મહિના પહેલા ડેરીએ મહિલા ગ્રાહકો દૂધ લેવા આવેલી ત્યારે અપશબ્દો બોલ્યો હોય જેથી તે વખતે કાકા વાલાભાઇ નાથાભાઇ સાંગડીયાએ તેને ઠપકો આપ્યો હતો. આ કારણે તે મનદુઃખ રાખીને ફરતો હતો અને અવાર-નવાર અમારી ડેરી સામે સીનસપાટા કરવા આવતો હતો. સોમવારે સાંજે પણ તેણે ડેરીની સામે ઉભા રહી પથ્થરોના ઘા કરવાનું ચાલુ કરતાં મારી ડેરીમાં કોમ્પ્યુટર સ્ક્રીન અને વજનકાંટા તૂટી ગયા હતાં. બીજા પથ્થરોના ઘા મારા કુટુંબી કાકા કાળુભાઇને પીઠના ભાગે લાગી ગયા હતાં. આ કારણે તે પડી ગયા હતાં.
ઠપકાનો ખાર રાખી પિતા-પુત્રએ છરીના ઘા મારતા ભુવાનું સારવારમાં મોત
Leave a Comment