મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ રાજ્યના લોકો માટે વીડિયો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સોલાપુરની આરાધ્યાએ પોતાના જન્મદિવસના અવસર પર કોરોના માટે મુખ્યમંત્રી રીલીઝ ફંડમાં દાન આપીને ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તો હોટલ તાજ અને ટ્રાઇડેંટે ડૉકટર્સ માટે રહેવાની જગ્યા આપી છે.બોલીવુડ એકટર શાહરૂખ ખાને પણ પોતાની ઓફિસમાં જગ્યા આપી છે. મદદ માટે ઘણા બાધા લોકો આગળ આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે એ ખોટા વીડિયો ફેલાવનારા પર નિશાન સાંધતા ચેતવણી પણ આપી દીધી. તેમણે કહ્યું કે સમાજના કેટલાંક ઘાતક ક વાયરસ પણ છે, આથી હું તેમને બતાવા માંગું છું કે COVID-19થી તો હું મારી પ્રજાને બચાવી લઇશ પરંતુ ત્યારબાદ તમને મારાથી કોઇ બચાવી શકશે નહીં આથી કૃપ્યા કરી ખોટા વીડિયોના ફેરવો.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે મુંબઇમાં તપાસ કેન્દ્ર વધાર્યા છે.આથી દર્દીઓની સંખ્યા વધતી દેખાય રહી છે.પરંતુ 51 લોકો સ્વસ્થ પણ થયા છે. દુર્ભાગ્યથી કેટલાંક લોકોના મોત થયા છે. પરંતુ તેઓ વૃદ્ધ હતા અને બીમાર હતા. કહેવાનો મતલબ એ છે કે આપણે બધાએ આપણા ઘર પરિવારમાં વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવાનું છે.તેમનાથી ખાસ અંતર રાખો. આગળની સૂચના સુધી રાજ્યમાં કોઇપણ ધાર્મિક,રાજકીય સમારંભનું આયોજન કરવાની મંજૂરી અપાશે નહીં.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં અંદાજે 5 લાખ મજૂરો (બીજા રાજ્યોના અને કેટલાંક મહારાષ્ટ્રના પણ)ના રહેવા-ખાવાની વ્યવસ્થા કરી છે.હું અપેક્ષા કરું છું કે બીજા રાજ્યના મુખ્યમંત્રી તેમના ત્યાં મહારાષ્ટ્રના કોઇ ફસાયા હોય તો તેમનું ધ્યાન રાખે.
ઠાકરે એ કહ્યું કે અમે માત્ર કોવિડ-19ની સારવાર માટે હોસ્પિટલ વધારી રહ્યા છીએ.મારી વિનંતી છે કે જેને પણ કોરોનાનાલક્ષ્ય દેખાય તેઓ કોરોના ટેસ્ટ થનાર કેન્દ્રમા જ જાય. સામાન્ય હોસ્પિટલમાં નહીં. સિંગાપુરના વડાપ્રધાને કહ્યું કે જો ઘરથી બહાર જવાનું જરૂરી છે તો N90 માસ્કરની જરૂર નથી. જો માસ્ક નથી તો ઘરમાં રાખેલા સ્વચ્છ કપડાંથી તમારું નાક મો ઢાંકીને જાઓ.બહાર જતા સમયે અંતર બનાવી રાખો ત્યારે કોરોનાથી અંતર બનાવી રાખીશું.મને મારા કરતાં વધુ તમારા પર વિશ્વાસ છે. મારામાં આત્મવિશ્વાસ તો છે જ.આપણે છત્રપતિ શિવાજી મહારાજની ધરતી પર છીએ. ડરતા નથી લડીએ છીએ અને જીતીએ છીએ.

