– હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની સુરક્ષા માટે 100% પ્રતિબદ્ધ હોય.
ડચ સાંસદે કન્હૈયાલાલ હત્યાકાંડ પર ભારતને ચેતવણી આપી છે.રાજસ્થાનના ઉદયપુરમાં 28 જૂન 2022ના રોજ ઈસ્લામિક કટ્ટરપન્થીઓએ કન્હૈયા લાલનું માથું કાપી નાખ્યું હતું.આ ઘટના બાદ ડચ સાંસદે કન્હૈયાલાલ હત્યાકાંડ પર ફરી એકવાર ભારતને ઈસ્લામિક કટ્ટરવાદ અંગે ચેતવણી આપી છે.વિલ્ડર્સ એ જ ડચ સાંસદ છે જેમણે ધમકીઓ છતાં નૂપુર શર્માને સમર્થન આપ્યું હતું.
ઉદયપુરની ઘટના ગીર્ટ વિલ્ડર્સે કહ્યું છે કે હિન્દુત્વને કટ્ટરવાદ,આતંકવાદ અને જેહાદીઓથી બચાવવું જરૂરી છે.તેમણે ટ્વીટ કર્યું હતું કે, “મિત્ર તરીકે હું ભારતને સલાહ આપી રહ્યો છું કે તે અસહિષ્ણુતા પ્રત્યે સહિષ્ણુ બનવાનું બંધ કરે.હિંદુત્વને જેહાદીઓ, આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓથી બચાવો.ઇસ્લામને ખુશ ન કરો,નહીં તો ભારે પડશે.હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની સુરક્ષા માટે 100% પ્રતિબદ્ધ હોય.”
અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું છે કે, ભારતમાં હિંદુઓ સુરક્ષિત હોવા જોઈએ.આ તેમનો દેશ છે.તેમનું વતન છે.ભારત તેમનું છે.ભારત ઈસ્લામિક દેશ નથી.” જૂનની શરૂઆતમાં,વાઈલ્ડર્સે નૂપુર શર્માને સમર્થન આપતાં કહ્યું હતું કે ગુનેગારો અને આતંકવાદીઓ તેમની ધાર્મિક અસહિષ્ણુતા અને નફરત વ્યક્ત કરવા માટે શેરી હિંસા કરે છે.આ પછી તેને કટ્ટરવાદીઓ તરફથી ધમકીઓ પણ મળી હતી.તેનો સ્ક્રીનશોટ શેર કરતા તેમણે લખ્યું, “એટલે જ હું બહાદુર નુપુર શર્માને સપોર્ટ કરી રહ્યો છું. સેંકડો જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.જે મને નુપુર શર્માને ટેકો આપવા માટે વધુ નિર્ધારિત બનાવે છે.કારણ કે, દુષ્ટ ક્યારેય જીતી શકતા નથી. ક્યારેય નહી.”
ડચ સંસદસભ્યએ મુસ્લિમ દેશોની નિંદા કરતા કહ્યું હતું કે, “ઇસ્લામ અસહિષ્ણુ છે અને તેની વિચારધારા વિશ્વ માટે ખતરો છે.ભારતને માફી માંગવા માટે કહેતા દેશો ખૂબ જ ક્રૂર શરિયા શાસનનું પાલન કરે છે અને માનવ અધિકારનો ખૂબ જ ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગીર્ટ વિલ્ડર્સે હિન્દુત્વ અને નુપુર શર્માને સમર્થન આપ્યું હતું.જેમાં તેમણે કહ્યું હતું કે “સાંસ્કૃતિક સાપેક્ષવાદ એક ભ્રામક સંકલ્પના છે.લોકો સમાન હોય શકે છે,સંસ્કૃતિ નહીં. આત્મસમર્પણ અને અસહિષ્ણુતા પર આધારિત સંસ્કૃતિ કરતા માનવતા અને સ્વતંત્રતા પર ટકેલી સંસ્કૃતિ હંમેશા શ્રેષ્ઠ હોય છે.” આગળ તેમણે કહ્યું કે, “તેથી જ, હું ઇસ્લામ હિંદુત્વનું એક હજાર ગણું વધુ સન્માન કરું છું.”
જે બદલ તેમને ઇસ્લામિક કટ્ટરપંથીઓની અનેક ધમકીઓ મળી હતી પણ તે છતાં ગીર્ટ વિલ્ડર્સે જાહેરમાં નુપુર શર્માને બહાદુર મહિલા કહી હતી અને નિવેદન આપ્યું હતું કે “પાકિસ્તાની અને તૂર્કિશ મુસ્લિમો દરરોજ તેમને આ પ્રકારની ધમકી આપતા રહે છે જેઓ તેમના તથાકથિત પયગંબર મોહમ્મદના નામ પર તેમને મારવા માંગે છે,પરંતુ તેઓ ક્યારેય સત્ય બોલવાનું બંધ કરશે નહીં. “