સુરત : સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં વર્ષ ૨૦૦૯માં લોકાર્પણ કરાયેલા ડભોલી તળાવમાં ચોમાસા દરમ્યાન તળાવના માટીના પાળા નું ધોવાણ થાય છે જેથી ગાર્ડન સમિતિની ૨ બેઠકમાં આ તળાવને 2.13 કરોડના ખર્ચે રિ ડેવલપ કરવા માટે દરખાસ્ત રજુ થઇ છે.પર્યાવરણની જાળવણી અને હરવા-ફરવાના સ્થળ માટે શહેરી વિસ્તારમાં આવેલા જુના તળાવને ડેવલપ કરવા માટે પાલિકા તબક્કાવાર આયોજન કરી રહી છે.કતારગામ ઝોનમાં આવેલા 18681 ચોરસમીટર વિસ્તારના ડભોલી લેક ગાર્ડન નું વર્ષ 2009માં માં લોકાર્પણ કરાયું હતું.
આ લેક ગાર્ડન માં ચોમાસા દરમ્યાન તળાવના માટીના પાળા નું ધોવાણ થાય છે જેથી તળાવની પેરી ફરી માં આવેલા પેવર બ્લોકના વોક-વે નું સેટલમેન્ટ થાય છે.આવી કેટલીક સમસ્યાથી તે ફરી ડેવલપ કરવા આયોજન કરાયું છે.પાળાના પ્રોટેકશન અને ગેબીયન લેવીગની કામગીરી સાથે અન્ય સિવિલ અને ઇલેક્ટ્રીક વર્ક કરાશે.રૂા.2.13 કરોડના ખર્ચના અંદાજ સાથે દરખાસ્ત પર નિર્ણય લેવાશે.

