By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડર્ટી પોલિટિક્સ : ટિકિટોની વહેંચણી બાદ ભાજપ, કોંગ્રેસ, આપ, BTP તમામ પક્ષોમાં ડખા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ડર્ટી પોલિટિક્સ : ટિકિટોની વહેંચણી બાદ ભાજપ, કોંગ્રેસ, આપ, BTP તમામ પક્ષોમાં ડખા
GeneralGujarat NowPolitics

ડર્ટી પોલિટિક્સ : ટિકિટોની વહેંચણી બાદ ભાજપ, કોંગ્રેસ, આપ, BTP તમામ પક્ષોમાં ડખા

HM News
Last updated: 12/11/2022 8:40 AM
HM News
3 years ago
Share
SHARE

– જંબુસર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે કિરણ મકવાણાનું અપહરણ કર્યા હોવાનો સુર
– નાંદોદ વિધાનસભા બેઠક ઉપર હર્ષદ વસાવાએ બળવો કરી નોંધાવી અપક્ષ ઉમેદવારી
– ઝઘડિયા બેઠક ઉપર પણ BJP માંથી ટિકિટ નહિ મળતા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવનતું વસાવા સોમવારે અપક્ષ ઉમેદવારી નોંધાવશે

2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી ભાજપ, કોંગ્રેસ, આપ અને બિટીપીના ઉમેદવારોની ભરૂચ તેમજ નર્મદા જિલ્લાની 7 બેઠકો માટે એક બાદ એક ટિકિટોની જાહેરાત બાદ હવે ડર્ટી પોલિટિક્સમાં પરિવર્તિત થઈ રહી છે.ભાજપ,કોંગ્રેસ,આપ અને બિટીપીની એક બાફ એક ટિકિટો જાહેર થયા બાદ હવે તમામ પક્ષોમાં બળવા,આક્ષેપો,પ્રતિઆક્ષેપો,નારાજગીના સમીકરણો ખૂલીને બહાર આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણી તમામ પક્ષો માટે પ્રતિષ્ઠાના જંગ સાથે બળવા,અસંતુષ્ટઓ,નારાજગી, ડેમેજ કંટ્રોલને કાબુમાં લેવા માટે સોરદર્દ બની રહી છે.જેમાં મતદારો અને તેમને પોતાની તરફ વળવા હાલ તો કોરાણે મુકાઈ ગયા છે.

ટિકિટો જાહેર થયા બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં તમામ પક્ષોમાં વિરોધ અને નારાજગી હવે ખૂલીને બહાર આવી રહી છે.ભાજપે ભરૂચમાં 2007 ના બળવા ખોર પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ટિકિટ આપી છે.જોકે એકમાત્ર ત્રણ ટર્મ થી ધારાસભ્ય દુષય6 પટેલે તેની સામે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અંકલેશ્વરમાં પાંચમી ટર્મ માટે ઇશ્વરસિંહ પટેલને રિપીટ કરાતા ભાજપ સહિત અન્ય પક્ષો અને પ્રજામાં ગણગણાટ ચાલી રહ્યો છે કે, વિજયસિંહ પટેલ તેમના મોટા ભાઈએ જ ગેમ પ્લાન કરી આ ટિકિટ પરિવારમાં જાય તે માટે મેળવી છે અને ખલો દેખાડો કરવા હાલ ભાજપમાંથી ઇશ્વરસિંહ પટેલ અને કોંગ્રેસમાંથી વિજયસિંહ પટેલને ટિકિટ મળી છે જે માટે તેઓ તેમના આયોજનમાં સફળ થયા હોવાની ભાજપ તેમજ કોંગ્રેસના દાવેદારો સહિત પ્રજા કહી રહી છે.

વાગરામાં અરૂણસિંહ રણાને ત્રીજી ટર્મ માટે ટિકિતમાં તેઓ અમિત શાહના ખાસ ગણાતા હોવાનું મનાય રહ્યું છે.જોકે અન્ય દાવેદારો એવો છૂપો અણગમો વ્યક્ત કરી રહ્યા છે કે, ભાજપમાં અનેક કદાવર નેતા હોવા છતાં અરૂણસિંહને ટિકિટ આપી તે પાછળ સમીકરણો ક્યાં.સોમવારે તેને લઈ ભાજપના કેટલાક દાવેદારો અપક્ષ ઉમેદવારી કરવાની ફિરાકમાં છે.કોંગ્રેસે ગત ટર્મના જ સુલેમાન પટેલને વાગરા બેઠક માટે આ વખતે પણ ટિકિટ આપી છે.સુલેમાન પટેલ ગત 2017 ની ચૂંટણીમાં ભાજપના અરૂણસિંહ રણા સામે માટે 2646 મત થી પરાજિત થયા હતા.

જબુસરમાં સ્વામિનારાયણ ના સંત ડી.કે.સ્વામી ને ટિકિટ ફાળવતા કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાને ફરીથી ભાજપમાંથી પોતાના પક્ષે કરવાની વેતરણમાં લાગી ગઈ છે.બીજી તરફ જંબુસર બેઠક માટે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકી તેમજ સંદીપ માંગરોલા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.જેને લઈ કોંગ્રેસ બન્ને માંથી એક પણ ઉમેદવાર ને ટિકિટ આપવા હાલ તો ઈચ્છુક નથી.

ભરૂચમાં કોંગ્રેસ જયેશ પટેલના નિધન બાદ આ વખતે સશક્ત પાટીદાર નેતા શોધી રહી છે.જેને ભાજપના રમેશ મિસ્ત્રી સામે ઊભા રાખી શકાય.હવે વાત કરીએ આદિવાસી ઝઘડિયા બેઠકની તો ભાજપે રિતેશ વસાવાને ટિકિટ આપતા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવનતું વસાવા ઘણા નારાજ થયા છે અને તેઓ સોમવારે અપક્ષ તરીકે ટેકેદારોના સમર્થન સાથે ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યા છે.નર્મદા જીલ્લાની બે બેઠકો પૈકી નાંદોદ બેઠક ઉપર ડો. દર્શના દેશમુખને ભાજપે ટિકિટ આપતા પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ આજે શુક્રવારે શકિત પ્રદર્શન કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.ડેડીયાપાડા બેઠક માટે બિટિપી માંથી છેડો ફાડી AAP માં ગયેલા ચૈતર વસાવા સામે કોને ટિકિટ આપવી તે હજી BJP, કોંગ્રેસ નક્કી કરી શક્યા નથી.

આપમાં પણ ભરૂચના ઉમેદવાર મનહર પરમાર,વાગરાના ઉમેદવાર જયરાજસિંહ રાજ,જંબુસરના સાજીદ રેહાન તેમજ અંકલેશ્વરના અંકુર પટેલ સામે આગેવાનો તેમજ કાર્યકરો મા વિરોધ છે.બિટીપીમાં પણ પિતા છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા વચ્ચે JDU જોડાણ તેમજ ટિકિટોને લઈ પારિવારિક ગજગ્રાહ ચાલી રહ્યો છે.હવે સોમવારે જ ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 બેઠકો માટે ભાજપ,કોંગ્રેસ,આપ અને બિટીપીના નારાજ દાવેદારો બળવો કરી ઉમેદવારી નોંધાવવા સાથે પક્ષ પલટો કરે છે તે સામે આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મતદારોને રિઝવવા કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો શું છે ખાસ
Next Article કેશોદ ભાજપમાં મોટું ભંગાણ, પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up