ટીવી કલાકાર વૈશાલી ઠક્કરના અવસાનથી એક્ટ્રેસનો પરિવાર સદમામાં છે.વૈશાલીના ઘરમાં લગ્નની શરણાઈ વાગવાની હતી,પણ અભિનેત્રીએ પોતાનું જીવન ટૂંકાવી નાખતા ઘરમાં સન્નાટો છવાઈ ગયો છે.વૈશાલીના માતા-પિતા પોતાની વ્હાલી દીકરીના મૃત્યુથી આઘાતમાં છે અને દીકરી માટે ન્યાય માગી રહ્યા છે.
રાહુલ વૈશાલીને ઘણાં સમયથી પરેશાન કરતો હતો
વૈશાલીની સુસાઈડ નોટમાં તેના પડોશી અને એક્સ રાહુલ નવલાની નામના યુવકનું નામ સામે આવ્યું છે.રાહુલ વૈશાલીને ઘણાં સમયથી પરેશાન કરતો હતો અને વૈશાલીના બે વખત સંબંધ તૂટ્યા એની પાછળ પણ રાહુલ જવાબદાર હતો એવું કહેવાય છે.વૈશાલીના માતાએ મીડિયા સામે ચોંકાવનારો ખુલાસો કર્યો છે- ‘વૈશાલીએ કહ્યું હતું.. મમ્મી, રાહુલ મને અઢી વર્ષથી પરેશાન કરી રહ્યો છે.
હું નહીં જણાવી શકું, કેમ કે તમે હાર્ટના પેશન્ટ છો.મને હતું કે હું મામલો સાંભળી લઈશ,પણ હું થાકી ગઈ છું અને હવે તમે આ સમસ્યા હલ કરો.’ વૈશાલીએ પોતાની માતાને એવું પણ કહ્યું હતું કે રાહુલ ‘ડર’ ફિલ્મનના શાહરુખ ખાન જેવો છે. બહારથી સ્વીટ, પણ અંદરથી ખતરનાક.