By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગના ચકચારી કોસ્ટોડીયલ ડેથ મામલે PI તેમજ 3 કોન્સટેબલ સહિત 6 સામે નોધાયો હત્યાનો ગુનો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગના ચકચારી કોસ્ટોડીયલ ડેથ મામલે PI તેમજ 3 કોન્સટેબલ સહિત 6 સામે નોધાયો હત્યાનો ગુનો
GeneralSouth Gujarat

ડાંગના ચકચારી કોસ્ટોડીયલ ડેથ મામલે PI તેમજ 3 કોન્સટેબલ સહિત 6 સામે નોધાયો હત્યાનો ગુનો

HM News
Last updated: 29/07/2021 6:56 AM
HM News
4 years ago
Share
SHARE

ચીખલી : નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં બે આદિવાસી યુવાનના શંકાસ્પદ મોતના બનાવ ના 7 દિવસ બાદ આખરે પોલિસે પી.આઈ. અજીતસિંહ વાળાં, 3 કોન્સ્ટેબલ સહિત 6 થી વધુ સામે હત્યા,અપહરણ,ગુનાહીત કાવતરું તથા અટ્રોસિટી એક્ટ સહિતની જોગવાઈ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે

આજ રોજ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત,જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશ ભાઇ ગામીત સહિતના આગેવાનો વઘઇના મૃતક યુવાનના પરિવાર સાથે જિલ્લા પોલિસ વડાને રજુઆત કરી જવાબદાર પી.આઈ સહિતનાઓ સામે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી ત્યાર બાદ પોલિસ મૃતકનાભાઈ નિતેશ સુરેશભાઈ જાધવ (રહે.વધઇ નાકા ફળિયા, તા.વધઇ.જી ડાંગ)ની ફરિયાદ મુજબ પી.આઈ.અજીતસિંહ વાળા કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા,રામજીભાઈ,રવિન્દ્ર રાઠોડ,કોંકડી પી.એસ.આઈ.ના તાબા હેઠળના કર્મચારી,પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપતા અન્ય અગમ્ય અજાણ્યા વ્યક્તિઓ મળી 6 થી વધુ સાથે અપહરણ,ગુનાહિત કાવતરું,હત્યા થતા એક્ટ્રોસિટી,એકટની જોગવાઈ મુજબ ગુન્હો નોધી વધુ તપાસ ડી.વાઈ.એસ.પી.આર.ડી.ફળદુ.એ હાથધરી હતી

વધુમાં ફરિયાદમાં જણાવાયુ છે કે તપાસ કર્યા વિના વધઇના જવાબદાર વ્યક્તિઓનો કે રેવન્યુ અધિકારીનો સંપર્ક કર્યા વિના મૃતક રવિભાઈની 18 જુલાઈના રોજ મજૂરી પર જતાં જતાં ત્યારે રસ્તામાં રોકી ગેરકાયદેસર અટકાયત કરી બળજબરીથી પૂર્વક કબૂલાત કરાવવા અપહરણ કરી જિંદગીને ભયમાં મૂકીને મૃત્યુ નીપજે ત્યાં સુધી મારમારી શારીરિક અને માનસિક ત્રાસ આપી ભૂખ્યાં અને તરસ્યા રાખી તેમની જિંદગીનો અંત આણવા સડયંત્ર રચી મોત નીપજાવેલ છે ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી પંખા સાથે લટકાવીલ દીધેલ હોવાનું પણ જણાવાયું છે મૃતક યુવાનોના પરિવાર જનો 20 જુલાઈના રોજ પોલિસ મથકે આવી પૂછપરછ કરવા જતા ” તું મારી સામે જબાન લડાવે છે હું પોલિસ અધિકારી વાળા સાહેબ છે” એમ કહી તેઓને બહાર કાઢી મુકવા જણાવેલ મરનાર રવિએ મરતા મરતા તેનાભાઈ અને બહેનને ઈશારાથી પોતાનું ભૂખ્યું પેટ બતાવી કહ્યું હતું કે ” આ વાળા સાહેબ ,શક્તિ સિંહ અને રવિન્દ્ર પોલિસે ખૂબ મારમારેલ ” તે સમયે ત્યાં હાજર પોલિસ કર્મચારીઓએ તેમને ત્યાંથી કાઢી મુક્યા હતા

ચીખલી પોલિસ મથકના ઈતિહાસની પ્રથમઆ દુઃખદ ઘટનાના 7 દિવસ બાદ આખરે પોલિસે ગુનો નોંધતા પોલીસ અધિકારીઓને બચાવવાના એક ઉચ્ચ અધિકારિના પેતરાં સફળ થયા ન હતા એ અધિકારી એક મંત્રીનો સબંધી હોવાથી સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ તેની સામે લાચાર હોવાનું કહેવાય છે

શિવરાત્રિએ મેળો યોજાશે: જૂનાગઢના ભવનાથના મેળાને મળી મંજૂરી
આને કહેવાય નસીબ- આખી પાર્ટીના ઉમેદવારો હારી ગયા,ખુદ ચુંટણી હાર્યા છતાં બન્યા વડાપ્રધાન
આ દેશના PMનો સેક્સ એક્ટનો વીડિયો થયો લીક, આપવું પડ્યું રાજીનામુ
કોરોના વાયરસ : પાકિસ્તાનના સિંધમાં 100માંથી 20 ટેસ્ટ પોઝિટિવ
બિહારના મુસ્લિમ મંત્રીએ કહ્યુ કે, મારા પૂર્વજો હિન્દુ હતા અને પછી મુસ્લિમ બન્યા
Share This Article
Facebook Email Print
Previous Article પલસાણાના નિયોલ ખાતે ગોડાઉન માંથી 23.81 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
Next Article સુરત : સસરાએ પુત્રવધુને કહ્યું, ચલ બેઠ ગાડી મેં, મૈં તુજે બતાતા હૂ રેપ ક્યા હોતા હૈ… તો પતિ થઇ ગયો વિડિઓ કોલમાં નગ્ન…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up