સાપુતારા : રાજ્યમાં ટાઇગર સફારી નું જ્યાં આયોજન કરવામાં આવ્યું છે તેવા ડાંગ જિલ્લાના સામગહાન રેંજ વિસ્તારના જંગલમાં આગ ના સમાચાર મળતાંજ રેન્જ ફોરેસ્ટ અધિકારી સહિત તેમના માણસો એ ભારે મહેનત થી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ડાંગ જિલ્લાના સામગહાન રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં ડુંગર ઉપર આગ જોતા વનવિભાગ ના અધિકારી અને સ્ટાફ આગ ઓલવવા કામે લાગ્યા હતા, ખુદ રેંજ ફોરેસ્ટ અધિકારી ડુંગર ઉપર ચઢીને વન કર્મીઓ સાથે આગ ઓલવવા કામે લાગ્યા હતા, સતત 3 થી 4 કલાક સુધી જંગલમાં ડુંગર ઉપર આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરતા વન કર્મીઓ ની મહેનત દાદ માંગે તેવી હતી.મોડી રાતે 9 વાગે વન વિભાગના માણસો ને આગ ઓલવવા માં સફળતા મળી હતી.સામગહાન ગામ ને અડીને આવેલા જંગલમાં આગ લાગતા લોકો ભયભીત થયા હતા જેમને વનકર્મીઓએ ભય મુક્ત કર્યા હતા,આગને ફેલાવતી અટકાવી તેમજ આગ ને બુઝાવવા ની કામગીરી ને જોતા જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ભાઈએ વન વિભાગની કામગીરી ને બિરદાવી હતી અને ડાંગ માં જંગલ બચ્યું હોય તો જંગલ ખાતાના આવા અધિકારી અને તેમના માણસો ના પ્રયત્નો થી બચ્યું છે એવું જણાવ્યું હતું.


