– વનવિભાગની ગાડીને ટક્કર મારી આરોપી ભાગી ગયા જોકે થોડે દુર ગાડી ખાડામાં ઉતરી જતા ડ્રાઇવર ગાડી લઈ ફરાર થઇ ગયા હતા
સાપુતારા : મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ ઉત્તર ડાંગ વન વિભાગ આહવાના D.C.F દિનેશ રબારીના માર્ગદર્શન હેઠળ ભેંસકાતરી આર.એફ.ઓ ને મળેલ બાતમીના આધારે ભેંસકાતરી રેંજ સ્ટાફ સાથે ભેંસકાતરી બીટ કં.નં.188 માં કપાયેલ સાગી ઝાડને વેચવા માટે લેવા આવવાના હોવાની બાતમીઆધારે એક ટીમે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં સવારે શુક્રવારે સવારે 3.00 કલાકે પાંઢરમાળ વાંકન રસ્તા પર વાધદેવ પાસે બોલેરો પીકપ નંબર MH 15 HH 3687 માં સાગી નંગ-7 ગેરકાયદેસર રીતે બિન પાસ-પરવાનગીએ ભરતા ઈસમો સ્ટાફને જોઇ ભાગી છૂટ્યા હતા.વન વિભાગે પિકઅપનો ડ્રાઇવર પિકઅપ લઇ સરકારી ગાડીને ટક્કર મારી ભાગી છૂટવાની કોશિશ કરી હતી.બાદ ચારેબાજુ નાકાબંદી કરી બોલેરો પીકપ નંબર MH 15 HH 3687 ગાડીનો પીછો કરતા અંદાજે 11 કિ.મી. દુર ભેંસકાતરી આશરે ફળિયા પાસે પીકપ ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ખાડામાં ઉતરી જતા પીકપ ડ્રાઇવર પીકપ છોડી અંધારોનો લાભ લઇ આરોપી ભાગી છુટયા હતા.બાદ વનવિભાગની ટીમે પિકઅપ અને સાગી લાકડાં કબજો લઇ વધુ તપાસ કરતા સાગી નંગ- 7 જે ભરવાના હતા જેના ઘ.મી.1.913 જેની અંદાજીત કિંમત 70,000/- તેમજ મહેન્દ્ર બોલેરો પીકપ અંદાજીત કિંમત 7,30,000 કુલ 8,00,000/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.અને તેની આગળની તપાસની કાર્યવાહી RFOસમીર કોંકણી દ્વારા હાથ ધરવામાં આવેલ છે.