– મંત્રી ગણપત વસાવાએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા
– સુબિર કૉંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાયો
ડાંગ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વચ્ચે ડાંગ જિલ્લામાં કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ગણાતી સુબિર બેઠક ઉપર 200 થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસને રામ રામ કરતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટ્ટો વ્યાપી ગયો છે.ડાંગ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે મંત્રી ગણપતસિંહ વસાવાએ સુબિર,આહવા અને વઘઈમાં પાંચ જેટલી જાહેર સભા સંબોધી હતી, જેમાં કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક ગણાતા સુબિર તાલુકાના પીપલદહાડ સહિતના વિસ્તારના કુલ 200 કોંગ્રેસી કાર્યકર્તાઓ સરકારના સૌના સાથ સૌના વિકાસ સૂત્રને અપનાવી મંત્રી ગણપતસિંહ વસાવા ના હસ્તે ખેસ પહેરીને વિધિવત ભાજપમાં જોડાઇ ગયા હતા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને જીતાડવા મંત્રી ને વચન આપ્યું હતું.મંત્રી ગણપતસિંહ વસાવાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુપડાસાફ કરવાની સાથે રાજ્યના તમામ આદિવાસી વિસ્તારની પાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર ભાજપ જીત હાંસલ કરશે એવું કહ્યું હતું.


