– ડાંગ જિલ્લામાં વરસાદી તારાજીના દ્રશ્યો આવ્યા સામે
– વન વિભાગના ડેપોમાં મુકેલા લાકડા તણાયા
– સોશ્યલ મીડિયામાં વિડિયો વાયુ વેગે થયો વાયરલ
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂર આવતા વન વિભાગના ડેપોમાં મુકેલા લાકડા તણાયાનો વિડિયો સામે આવ્યો છે.હાલ આ વિડિયો સોશ્યલ મિડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે માર્ગ,મકાન, વનવિભાગ અને ખેતીવાડીમાં વ્યાપક નુકશાન થયુ છે.જિલ્લામાં નુકશાનનો સર્વે હાલ ચાલુ છે.પરંતુ રિપોર્ટ હજુ બાકી છે.
હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે.ત્યારે ડાંગ જિલ્લામાં પણ અવિરત વરસી રહેલા વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂર આવ્યું છે.મળતી માહીતી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલથી તારાજી સર્જાઇ છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે.ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું પાણી આસપાસના વિસ્તારોમાં સર્વત્ર ફળી વળ્યુ છે.અને લોકોની ઘરવખરી તેમજ અન્ય સામાન પણ પાણીમાં તણાયા હતા ત્યારે આ પાણીમાં વનવિભાગના લાકડા પણ તણાયા હોવાનો વિડિયો સામે આવ્યો છે.વનવિભાગના લાકડા પાણીમાં તણાતા હોય તેવો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે.અને આ વિડિયોમાં દેખાઇ રહ્યુ છે કે લોકો પણ વનવિભાગના લાકડા તણાતા જોવા ઉમટી પડ્યા છે.
મહત્વનું છે કે ડાંગ જિલ્લામાં અવિરત રિતે વરસાદ વરસી રહ્યો છે.અને તેના કારણે પૂર્ણા નદીમાં પુર આવ્યુ હતું અને સર્વત્ર પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.ડાંગ જિલ્લામાં ભારે વરસાદે વિરામ લીધા બાદ નદીના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.જોકે હાલ વરસાદે આરામ લેતા ગાંડીતૂર બનેલી નદીઓના પાણી ઓસર્યા છે.પરંતુ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે લોકોના જાનમાલને ભારે નુકશાન થયુ છે.જિલ્લામાં કેટલુ નુકશાન થયુ છે તેનો સર્વે હાલ ચાલુ છે.પરંતુ રિપોર્ટ હજુ બાકી છે.તેથી સર્વે પુરો થતા ચોક્કસ માહિતી મળી શકશે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે.આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે,ભારે વરસાદની આગાહી નથી ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ થશે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.વરસાદી સિસ્ટમ સક્રિય થતા 22 જુલાઈથી ગુજરાતમાં ફરી વરસાદ જામશે. 23 અને 24 જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. તા. 20 અને 21 ના રોજ બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી,મોડાસા,ગાંધીનગર,અમદાવાદ,વડોદરામાં ભારે વરસાદ વરસી શકે છે.