– ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લામાં રોડ તૂટ્યા, સાપુતારામાં મોટા પ્રમાણમાં ભુ-સ્ખલન થયા
– વરસાદને પગલે જિલ્લામાં ભેખડ ધસી જવા અને ઝાડ તૂટવા સહિતના બનાવો સામે આવ્યા
– પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના પ્રવાસન, ધાર્મિક અને મહત્વના સ્થળો પર કુલ 370 જવાનો તૈનાત કરાયા
– વિવિધ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ વાહન વ્યવહાર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો
રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસથી વરસેલા વરસાદે તારાજી સર્જી છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.આ સાથે જ કેટલાંક વિસ્તારોમાં ભેખડ ધસી જવાના, ઝાડ પડવાના અને રોડ તુટી જવા સહિતના બનાવો સામે આવ્યા છે.જેને પગલે વરસાદે વિરામ લેતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં મેઘરાજાએ બે દિવસથી વિરામ લીધો છે.પરંતુ અઠવાડિયાથી પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે.જેમાં કેટલાંક સ્થળો પર ભેખડ ધસી જવાના બનાવો નોંધાયા છે.તો મોટા પ્રમાણમાં જિલ્લામાં ઝાડ પડવાના અને રોડ તુટી જવા સહિતના બનાવો પણ જોવા મળ્યા છે.ત્યારે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.પોલીસ જવાનો 24 કલાક ફરજ બજાવીને માટી અને પથ્થરો ખસેડવાની કામગીરી પણ કરી રહ્યા છે.આ વિશે વધુમાં મળતી માહિતી મુજબ વહીવટી તંત્ર દ્વારા ડાંગ જિલ્લાના પ્રવાસના ધાર્મિક અને અન્ય મહત્વના સ્થળો પર કુલ 370 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.જેમાં શિવઘાટ,પંપા સરોવર,શબરી ધામ,સાપુતારા,ગીરાધોધ,વઘઈ,બટનીગલ ગાર્ડન અને ગીરમાળ ધોધ પર પોલીસ જવાનો 24 કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.પોલીસ તંત્રની આ કામગીરીની સૌકોઈ સરાહના કરી રહ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગના સાપુતારા ઘાટમાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલ થયું હતું.જેને પગલે આ સ્થળ પર તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મહત્વનું છે કે અહિંયા વાહન વ્યવહાર ડાઈવર્ટ કરી દેવામાં આવ્યો છે.તેમજ માટી અને પથ્થરો ખસેડવાની કામગીરી કરવામાં આવી છે.
ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ આ મામલે વાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા સાત-આઠ દિવસના ભારેથી અતિભારે વરસાદના વિરામ બાદ હાલ દરેક ગામોમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.ખેતી વાડી નુકશાન અને મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરાઈ રહ્યો છે.આ ઉપરાંત મૃત્યુ પામેલા પશુઓ માટે પણ સહાય ચૂકવવા હેતુ તમામ વિગતો મેળવવામાં આવી રહી છે.