– વિડીયોમા દર્શાવેલ ઘટના પાડોશી રાજસ્થાન રાજ્યના ઉદેપુર જિલ્લાની
સાપુતારા : સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા ‘કાર ચાલકને ચાકુ બતાવી ને ઘડિયાળ તથા પૈસાની લૂંટ’ કરતા બાઇક ચાલકોનો વિડીયો ડાંગ જિલ્લાનો નથી તેમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ જણાવ્યુ છે.
ઉક્ત વિડીયોમા દર્શાવેલ ઘટના પાડોશી રાજસ્થાન રાજ્યના ઉદેપુર જિલ્લાની છે.જે બાબતે ઉદેપુરના અંબામાતા પોલીસ સ્ટેશનમા ફરિયાદ પણ દાખલ કરવામા આવી છે.ત્યારે આવા ઘટનાની ખરાઈ કર્યા વિના પ્રજાજનોમા ભય ફેલાઈ તેવા પ્રકારના વિડીયો કે મેસેજ વાયરલ કરીને ખોટી અફવા નહિ ફેલાવવા પણ જાડેજાએ અપીલ કરી છે.રવિરાજસિંહજી જાડેજાએ ડાંગ જિલ્લા પોલીસ પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે કટીબદ્ધ છે.જેથી સ્થાનિક પ્રજાજનો કે પ્રવાસીઓએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી,તેમ પણ વધુમા જણાવ્યુ છે