– પાનમસાલાની કુલ 1,23,450 પડીકી ઝડપી : રૂપિયા 4,93,800 ની પડીકી કબજે
આહવા : રાજ્યમાં લોકડાઉન અમલ દરમિયાન પાનમસાલા ગુટખાના વેચાણ ઉપર પ્રતિબંધ છે ત્યારે,ડાંગ જિલ્લા પોલીસે રેડ કરી પાનમસાલાના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી લીધા છે.આહવા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સંયુક્ત રીતે રેડ કરતા તાજ બેકરીના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મોટા પ્રમાણમાં પાન મસાલાનો છૂટક જથ્થો મળી આવ્યો.સાથે કેટલાક ગુટકાના પાનમસાલાના ખાલી પાઉચ પણ મળી આવ્યા.પોલીસ રેડ દરમિયાન તાજ બેકરીનાં યુનિટમાં કેટલાક કર્મચારીઓ ખાલી પાઉચમાં પાનમસાલા ભરતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.આ મામલે પૂછપરછ કરતા પોલીસને તાજ બેકરીનાં સંચાલક સમીમ પઠાણ અને સલીમ પઠાણ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા અને પાનમસાલાના જથ્થાનું કોઈ કાયદેસર બિલ પણ રજૂ ન કરતા પોલીસે સ્થળ ઉપરથી પાનમસાલાની કુલ 1,23,450 પડીકી જેની કિંમત રૂપિયા 4,93,800 કબજે લઈ કાર્યવાહી હાથ ધરી