સાપુતારા : ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપી વિરોધ પક્ષના નેતા ગેરહાજર રહી કોંગ્રેસ સત્તાપક્ષને ફાયદો પહોંચાડવાનો સિલસિલો જારી રહેતા કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની રીતિનીતિ થી સામાન્ય નાગરિકોનો વિકાસ ખોરંભે ચઢ્યો છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસના 9 ,9 ,સભ્યો ચૂંટાય આવતા કસમકસ ભરી ટાઈ સર્જાતા બંને પક્ષોએ ઉમેદવારની ખરીદ ફરોકટથી સત્તા મેળવવા કરેલા કાવા દાવામાં પ્રથમ અઢી વર્ષ ભાજપે સત્તા ભોગવ્યા બાદ અઢી વર્ષ માટે મહિલા અનામત બેઠક જાહેર થતા બંને રાજકીય પક્ષો મરણીયા બની સત્તા હાંસિલ કરવા મથામણ કરી હતી, જેમાં પ્રમુખ તરીકે ભાજપના બીબીબેનચૌધરીએ કોંગ્રેસનો ટેકો લઈ જીલ્લા પંચાયતમાં પ્રમુખપદે આરૂઢ થઈ બાકીની મહત્વની સમિતિઓ કોંગ્રેસી નેતાઓ પાસે હોય રાજ્ય ,કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ડાંગ જિલ્લા પંચાયતમાં આંતરિક જુથવાદના પગલે ભાજપને વિપક્ષની ભૂમિકા ભજવવી પડી છે.તેમ છતાં જિલ્લા પંચાયતમાં મોટાભાગની સામાન્ય સભામાં ભાજપ સભ્યો વારંવાર ગેરહાજર રહી લોકહિતના કામોના બદલે પોતાના અંગત કામોની બહાલી આપવા આડકતરી રીતે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ગત 29 જૂને યોજાયેલી સામાન્ય સભામાં બાબુરાવભાઈ ચૌર્યા, નિર્મલાબેન જે.ગામીત. અને લાલભાઈ વી. ગાવીત ગેરહાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય મંગળ ગાવીત એ રાજીનામું આપ્યા બાદ રાજકીય માહોલ બદલાયો છે,મંગળ ગાવીતે હજી કેસરિયા ખેસ પહેર્યો નથી.જરૂરિયાતોની સેવા અને મદદ થવાની ભાવના લોકપ્રિયતા વધારી છે.ત્યારે ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ,ભાજપની જુગલબંધીથી લોકોને હાસિયામાં ધકેલનારા બંને પક્ષોના નેતાઓને પ્રજા જાકારો આપી લોકહિતના કામો માટેના નેતાઓની જ પસંદગી કરે તો નવાઈ નહિ


