કેન્દ્ર સરકાર દેશમાં બીટકોઈન પર પ્રતિબંધ મૂકવા માટે મક્કમ થઈ ગઈ છે અને આ માટે લાંબી ચચર્િ બાદ નિર્ણય લેવાયો છે અને દેશમાં બીટકોઈન પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકતો ખરડો સંસદના બજેટસત્રમાં આવશે તેવી માહિતી સરકારના અંતરંગ વર્તુળો દ્વારા આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મુકાયેલી ડિજિટલ કરન્સી ને વધુ પ્રોત્સાહન આપવા માંગે છે અને તેનો ફેલાવો કરવા માટે અનેક પગલાં પણ જાહેર કરવામાં આવશે અને બજેટમાં પણ આ માટે મહત્વની જાહેરાત થઈ શકે છે.આગામી દિવસોમાં દેશમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે અને સત્તાવાર રીતે ડિજીટલ કરન્સી નો ઉપયોગ વધારી દેવા માટે લોકોને અનેક પ્રોત્સાહ નો પણ આપવામાં આવશે.કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વડાપ્રધાન સાથે અને અન્ય સંબંધિત મંત્રાલય સાથે આ બાબતે મંત્રણા થઈ ગઈ છે અને નિર્ણય લેવાઈ ગયો છે.
સંસદમાં ક્રિપ્ટોકરન્સી એંડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી ખરડો લાવવામાં આવી રહ્યો છે અને તે માટેનો મુસદ્દો તૈયાર કરી લેવામાં આવ્યો છે તેમ બહાર આવ્યું છે. જોકે આ બારામાં અગાઉથી કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ જાહેરાત કરી ન હતી અને આ બાબતને ગુપ્ત રાખવામાં આવી હતી પરંતુ ખરડો સંસદમાં આવી રહ્યો છે.દેશમાં બધા જ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની સાથે કેન્દ્ર સરકાર લોકો માટે ડિજિટલ કરન્સી ના વ્યાપક ઉપયોગ માટેની સુવિધાઓ સર્જવા તરફ આગળ વધી રહી છે અને એક આખુ માળખું ઘડવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2018ના વર્ષમાં સેન્ટ્રલ બેન્ક દ્વારા દેશમાં ક્રિપ્ટો કરન્સી ના વ્યવહાર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે ખેતર પંડી અનેક ઘટનાઓ બહાર આવી હતી.ત્યાર બાદ વડાપ્રધાન દ્વારા નોટ બંધી પણ જાહેર કરવામાં આવી હતી.ત્યાર બાદ દેશમાં ક્રિપ્ટોકરન્સી નો વ્યાપાર ખૂબ જ ધીમી પડી ગયો હતો અને તમામ સરકારી એજન્સીઓ ને બદલી કરી દેવામાં આવી હતી અને આકરા માં આકરા પગલાં લેવાની સૂચના આપી દેવામાં આવી હતી એ જ રીતે બેન્કોને પણ આ પ્રકારના કોઈ વ્યવહાર નહીં કરવાની કડક તાકીદ કરવામાં આવી હતી.