અમદાવાદ : કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયમાં રજૂ કરાયેલા ઓડિટ રિપોર્ટને આધારે યુજીસીએ ગત ૨૫મી એપ્રિલે વિદ્યાપીઠને શો કોઝ નોટિસ મોકલી ડિમ્ડ યુનિ.નું સ્ટેટસ કેમ પાછુ ન ખેંચવુ તેનો ૨૧ દિવસમાં જવાબ માંગ્યો છે.આ નોટિસને વિદ્યાપીઠ દ્વારા હાઈકોર્ટમાં પીટિશન કરીને ચેલેન્જ કરવામા આવી છે.આ કેસમાં જુન સુધીની મુદત પડતા વધુ સુનાવણી થશે.
૧લી એપ્રિલ ૨૦૧૮ અને ૨૧ માર્ચ ૨૦૨૧ વચ્ચે શિક્ષણ મંત્રાલયમાં રજૂ કરાયેલા ઈન્ટર્નલ ઓડિટ રિપોર્ટને આધારે યુજીસીએ વિદ્યાપીઠને શો કોઝ નોટિસ મોકલીને ૨૧ દિવસમાં જવાબ માંગ્યો છે.જેની સામે વિદ્યાપીઠે હાઈકોર્ટમાં પીટિશન કરતા રજૂઆત કરી છે કે યુજીસી પાસે ડિમ્ડ યુનિ.નુ સ્ટેટસ પાછુ ખેંચવાની સત્તા નથી.ઓડિટ રિપોર્ટના વિવિધ પેરા બાબતે ૧૮ એપ્રિલે વિદ્યાપીઠ દ્વારા ઈમેઈલ કરીને જવાબ રજૂ કરી દેવાયો હતો છતાં અચાનક આ રીતે યુજીસી દ્વારા નોટિસ મોકલી દેવાઈ છે.આ કેસમાં હાઈકોર્ટે યુજીસીને નોટીસ ઈસ્યુ કરી છે અને ૨૦મી જુને વધુ સુનાવણી રાખી છે.જ્યાં સુધી વિદ્યાપીઠને આ બાબતે રાહત પણ આપવામા આવી છે.