ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન પણ કોરોના પોઝિટિવ છે. આ પહેલા બ્રિટિશ શાહી પરિવારમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ પહોંચી ચુક્યું છે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસનાં કોરોના સંક્રમિત થવા પર ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો ઉત્સાહ વધાર્યો.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, “ડિયર પ્રધાનમંત્રી બોરિસ જોનસન, તમે એક ફાઇટર છો અને આ પડકારને પણ તમે પાર કરી લેશો. હું તમારા અને આખા બ્રિટનનાં સ્વસ્થ થવાની કામનાં કરું છું.’ બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસને શુક્રવારનાં કહ્યું કે, ‘આછા લક્ષણો બાદ તેમનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હવે તેમણે ડૉક્ટરોની સલાહ અનુસાર 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ખુદને આઇસોલેટ કરી લીધા છે.’
કોરોના વિરુદ્ધ બ્રિટિશ સરકારનું નેતૃત્વ કરતા રહેશે જોનસન
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયો સંદેશમાં બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ ઘાતક વાયરસની વિરુદ્ધ સરકારનાં સંઘર્ષમાં બ્રિટિશ સરકારનું નેતૃત્વ કરતા રહેશે. દેશમાં કોરોના 578 લોકોનો ભોગ લઇ ચુક્યો છે.
બ્રિટનમાં કોરોનાનાં કારણે 578 લોકોનાં મોત
નેશનલ હેલ્થ સર્વિસ સ્ટાફ: એનએચએસ:એ 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર જોનસનનો ટેસ્ટ કર્યો અને પરિણામ પોઝિટિવ આવ્યો. પ્રવક્તાએ જણાવ્યું કે, “સલાહ અનુસાર પ્રધાનમંત્રી ડાઉનિંગ સ્ટ્રીટમાં અલગ રહી રહ્યા છે. કોરોના સામે લડાઈમાં તેઓ સરકારનું નેતૃત્વ કરતા રહેશે.” બ્રિટનમાં અત્યાર સુધી 12,000 લોકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે અને 578 લોકોનાં મોત થયા છે.


