– પોલીસે કીમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ડુંગળી ભરેલા ટ્રકમાંથી 23 લાખનો દારૂ ઝડપી પાડ્યો : મહારાષ્ટ્રના નાસિક ધુલીયા રોડ ખાતેથી વિનોદ નામના ઈસમે દારૂ કીમ નેશનલ હોટેલ પર પહોંચાડવાનું કહ્યું હતું જેમાં પોલીસે ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી
– દારૂ મંગાવનાર વડોદરાનો બુટલેગર ધવલ જયસ્વાલ અને નાસિકથી દારૂ મોકલનાર વિનોદને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા
સુરત : રેન્જ IG ઓપેરશન ગ્રુપે ગઈકાલે બાતમીના આધારે કીમ ખાતેનાથી ડુંગળી ભરેલા ટ્રકમાંથી ભારતીય બનવાટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સહીત બંનેની ધરપકડ કરી કુલ 30,0000 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરતા દક્ષિણ ગુજરાતના બુટલેગર આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.ઓપરેશન ગ્રુપ દ્વારા સતત લોકડાઉન પિરિયડથી લઈ અત્યાર સુધીમાં ત્રણથી વધુ ઓપેરશન પાર પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.ગત મહિને પણ ઓપરેશન ગ્રુપે પલસાણા પોલીસ કસ્ટડીમાંથી ભાગેલા કુખ્યાત લિસ્ટેડ બુટલેગર વિનોદ ભૈયાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

આ અંગે જિલ્લા પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રેન્જ IGના ઓપેરશન ગ્રુપ દ્વારા વધુ એક મોટાપાયે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર સિકંજો કસતા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં રેન્જ IGની સૂચનાને આધારે પીએસઆઇ જી.આર જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.આ અંગે પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે અમદાવાદથી મુંબઈ જતા માર્ગ ઉપર કીમ ચાર રસ્તા ખાતેથી મહારાષ્ટ્ર પાસીંગનો ડુંગળી ભરેલો ટ્રક નંબર એમએચ -18-M-5668 પસાર થઈ રહ્યો છે,જેમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જે બાબતે પોલીસે કિમ માંડવી ભાતકોલ રોડ ઉપર વોચ ગોઠવી હતી.દરમ્યાન ત્યાંથી પસાર થઇ રહેલા શંકાસ્પદ ટ્રકને ઓપરેશન ગ્રુપના પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરને ટ્રક રોકવાનો ઈશારો કર્યો હતો પરંતુ ટ્રક ડ્રાઈવરે ટ્રક માંડવી તરફ હંકારી દેતા પોલીસે તેનો પીછો કરી રોક્યો હતો ને ટ્રકની જડતી લધી હતી જેમાં ડુંગળીના ખોખા સાથે ઈંગ્લીશ દારૂના બોક્ષ નંગ 384,બાટલી નંગ 4608 કે જેની કિંમત રૂ 23,0400 થાય છે તે પકડી પાડ્યો હતો અને કાંદા ભરેલી 115 નંગ ગુણી કે જેની કિંમત રૂ17,250 અને ટ્રકની કિંમત રૂ7,00000 અને ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ 20,500 તથા રોકડા રૂપિયા 16,150 મળી કુલ રૂ 30,57,900ની મત્તાનો મુદામાલ કબ્જે કરી બંનેની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.જેમાં ડ્રાઈવરનું નામ અર્જુનકુમાર યાદવ (રહે,નાગરેહી ગામ,ફિસપુર,ઉત્તરપ્રદેશ ) અને ક્લીનર યોગેશભાઈ સહાનુભાઈ મિસ્ત્રી (રહે ,સમની પંચાયત ફળિયું ,તા.આમોદ,ભરૂચ ) હોવાનું ખુલવા પામ્યું હતું.પોલીસે બંનેની પૂછતાછ કરતા આ ઈંગ્લીશ બનવાટનો દારૂનો જથ્થો વિનોદ નામના ઈસમે નાસિકથી ધુલીયા રોડ ઉપર જતા દારૂનો જથ્થો ભરેલો ટ્રક કિમ ખાતે નેશનલ હોટેલ ઉપર પોહ્ચાડવા જણાવ્યું હતું જેના આધારે પોલીસે દારૂ મોકલનાર વિનોદને વોન્ટેડ જાહેર કર્યો હતો અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર કાર્યવાહી દરમ્યાન ઓપેરેશન ગ્રૂપના કોન્સ્ટેબલ એઅસાય મહાદવ કિશનરાવ,હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર શના,અરવિંદ વેલજી,કોન્સ્ટેબલ દશરથ બાપાભાઈએ PSI જી.આર જાડેજાની સૂચના મુજબ પાર પડી હતી.ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરતા દક્ષિણ ગુજરાતના લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.અગાઉ પણ લોકડાઉન દરમ્યાન ઓપરેશન ગ્રુપે અડાજણના લિસ્ટેડ બુટલેગર હેમુ પરદેશી અને શહેરના ટ્રાફિક કોન્સ્ટેબલને દમણથી દારૂ લાવતા ઝડપી પાડ્યા હતા.


