– ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ દોષિત
– રણજીત હત્યા કેસમાં CBI કોર્ટનો ચુકાદો
– રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા
ડેરા પ્રમુખ રામ રહીમ પર ચાલી રહેલા રણજીત હત્યા કેસમાં CBI કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.સુનારિયા જેલમાં બંધ રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. CBIની વિશેષ કોર્ટે 12 ઓક્ટોબરે તમામ દોષિતોની સજાની જાહેરાત કરશે.
બાબા રામ રહીમ પર ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાનો આરોપ છે.આ કેસમાં બાબા રામ રહીમ સહિત કૃષ્ણ લાલ, જસવીર સબદિલ અને અવતાર આરોપી છે.ગુરમીત રામ રહીમ પહેલેથી જ રોહતકની સુનારિયા જેલમાં બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
રણજીત સિંહ ડેરાનો મેનેજર હતો, જેની ઘણા વર્ષો પહેલા હત્યા કરવામાં આવી હતી. આ મામલો CBIને સોંપવામાં આવ્યો હતો.આ કેસમાં CBI દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.આ કેસની સુનાવણી આ વર્ષે ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી આખરે, રણજીત સિંહ હત્યા કેસમાં કોર્ટે રામ રહીમને દોષિત ઠેરવ્યો છે. હવે સજાનું એલાન ટૂંક સમયમાં થઈ શકે છે.
તમામ આરોપીઓ દોષિત
આ કેસમાં શુક્રવારે યોજાયેલી સુનાવણી દરમિયાન તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.કોર્ટ આ કેસમાં પોતાનો પહેલો ચુકાદો 26 ઓગસ્ટના રોજ સંભળાવ્યો હતો. ફરિયાદીના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે 19 વર્ષ જૂના આ કેસમાં 12 ઓગસ્ટના રોજ બચાવ પક્ષની અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. CBIના જજ ડો.સુશીલ કુમાર ગર્ગની કોર્ટમાં લગભગ અઢી કલાકની ચર્ચા બાદ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.