અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને ‘ચાઈનીઝ વાયરસ’ ગણાવ્યો હતો. આ વાત ચીનને એ હદે ડંખી ગઈ હતી કે તેણે અમેરિકા વિરૂદ્ધ આકરા પગલા ભર્યા છે. ચીને અમેરિકાના પત્રકારો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. જાહેર છે કે, ટ્રમ્પે કોરોનાને ચીની વાયરસ ગણાવતા જ ટ્વિટર પર તેમના સમર્થનમાં રીતસરનું ઘોડાપુર ઉમટ્યું હતું અને આ વાયરસનું નામ ચીની વાયરસ કરી નાખવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઈરસ આખી દુનિયા માટે જોખમ બની ગયું છે. પરંતુ ચીન આ વાતને સ્વીકારવા માટે તૈયાર નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને ચીની વાઈરસ કહ્યો હતો. આ વાતને લઈને ચીન બરાબરનું રોષે ભરાયુ હતું.
અમેરિકાના કોરોના વાઈરસ અંગેના નિવેદનના કારણે ફરી બન્ને દેશો વચ્ચે વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ચીનની સરકાર સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કોરોના વાઈરસ પાછળ અમેરિકાનું કાવતરું હોવાના દાવો કર્યો છે. આ કેસ સામે આવ્યા બાદ ચીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, હોન્ગ કોન્ગ અને મકાઓ સહિત ચીનના કોઈ પણ હિસ્સામાં વિદેશી વયક્તિને પત્રકાર તરીકે રહેવાની મંજૂરી આપવામાં નહીં આવે.
ઉકળી ઉઠેલા ચીનને તેના ત્યાં રહેતા રહેલા અમેરિકન છાપાના ત્રણ પત્રકારોને દેશમાંથી હાંકી કાઢ્યા છે. ચીને બુધવારે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ વોશિંગ્ટન પોસ્ટ અને ધ વોલ સ્ટ્રીટ જર્નલ સાથે જોડાયેલા પત્રકારોને દેશમાંથી હાંક્યા છે. આ કાર્યવાહી અત્યાર સુધીમાં કોઈ દેશમાં પત્રકારો વિરૂદ્ધ કરવામાં આવેલી સૌથી કઠિન કાર્યવાહી છે.
અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ચીન સરકારી મીડિયા અને સ્વતંત્ર મીડિયાને એક જ નજરે જુએ છે. ચીનનું વલણ નકારાત્મક છે. તેમણે કહ્યું હતું કે, મને ચીનના આ નિર્ણયથી દુઃખ થયું છે. ચીનના આ પગલાથી સ્વતંત્ર પત્રકારત્વના હેતુને ઝાટકો લાગશે. જે સંકટમાંથી દુનિયા પસાર થઈ રહી છે ત્યારે ચીનના લોકોને વધારેમાં વધારે સૂચનાઓ આપવાની જરૂર છે. પરંતુ આ પ્રકારનો વ્યવહાર ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. મને આશા છે કે ચીન આ અંગે પુનર્વિચાર કરશે.