-વુહાનમાં ઈન્સ્ટીટ્યૂર ઓફ વાયરોલોજીમાંથી કોરોના વાયરસ ઉદ્ભવ્યો છેઃ ટ્રમ્પ
વોશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાયરસ મામલે ચીન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર આકરા પ્રહાર કર્યા છે.તેમણે ગુરૂવારના રોજ વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે WHO પર પ્રહાર કરતા કહ્યું કે WHOને શરમ આવવી જોઈએ કારણ કે તે ચીન માટે પબ્લિક રિલેશન એજન્સીની જેવું કામ કરે છે.ટ્રમ્પે આ ઉપરાંત ચીનને નવા ટેરિફ અંગે પણ ચેતવણી આપી છે.અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કરતા કહ્યું કે તેમણે વુહાનની લેબમાં કોરોના વાયરસ સાથે સંકળાયેલા પુરાવાઓ જોયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પુછવામાં આવ્યું કે,શું તેમણે એવું કંઈ જોયું છે કે જેનાથી એવી ખબર પડી શકે કે ચીનના વુહાનમાં ઈન્સ્ટીટ્યૂર ઓફ વાયરોલોજીમાંથી કોરોના વાયરસ ઉદ્ભવ્યો છે.તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, WHOને શરમ આવવી જોઈએ,કારણ કે ચીન માટે તે એક પબ્લિક રિલેશન એજન્સીની જેવું જકામ કરી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાંથી જ ઉદ્ભવ્યો છે.વ્હાઈટ હાઉસમાં પત્રકારોએ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે તમે કેવી રીતે આટલી દ્રઢ રીતે કહી શકો છો કે આ વાયરસ ચીનની વાયરોલોજીમાં બનાવવામાં આવ્યો છે.પત્રકારોએ આ વાત પર ભાર મુકતા તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ જણાવવા માટે કહ્યું.તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હું તમને એ નહીં જણાવી શકું.
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ મામલે ચીન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે.આ અગાઉ સોમવારના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ચીન કોરોના વાયરસનને ફેલાતો રોકી શકતો હતો.અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ અને તમને યોગ્ય સમય આવસે ત્યારે આ અંગે જાણકારી આપી દઈશું.


