By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડોલરના ઊંચા રેટથી રફ હીરા રોકડેથી ખરીદનારા કારખાનેદારો પર આર્થિક બોજો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ડોલરના ઊંચા રેટથી રફ હીરા રોકડેથી ખરીદનારા કારખાનેદારો પર આર્થિક બોજો
GeneralSurat

ડોલરના ઊંચા રેટથી રફ હીરા રોકડેથી ખરીદનારા કારખાનેદારો પર આર્થિક બોજો

HM News
Last updated: 07/07/2022 5:58 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : ડોલરની સામે રૃપિયો સતત નબળો પડી રહ્યો હોવાથી, રફની ખરીદી કરનારા કારખાનેદારોની પરેશાની વધે છે.મહિનામાં ડોલરનો રેટ 77.61થી વધી 79.36 થઈ ગયો હોવાથી,રોકડના પેમેન્ટ ડયુ વેળાં 67 ટકા વધુ ચૂકવવા પડે છે.જ્યારે કમાણી 4-5 ટકા પણ નથી.ડોલરનો રેટ જેમજેમ વધે,,તેમતેમ રફની ખરીદી કરનારા કારખાનેદારો માટે એક વધારાનો આથક બોજો વધતો રહે છે.ડોલરમાં કામકાજ કરતા આયાત નિકાસકારોને એવી કોઈ મોટી અસર આવતી નથી.પરંતુ ડોલરમાં ખરીદી બાદ રોકડમાં પેમેન્ટ કરવાના કિસ્સામાં વધારાની રકમ ડોલરનો રેટ વધતાં ચૂકવવી પડે છે.

ડોલરના રેટમાં જ્યારે વધારો થાય ત્યારે નાના કારખાનેદારો રફ ખરીદદારો ભેળવાઈ પડે છે.ડોલરનો રેટ ઘટે ત્યારે ફાયદો થાય છે.પરંતુ મોટાભાગે તો ડોલરનો રેટ સતત વધતો જ રહે છે,અને આના કારણે વધારાનું પેમેન્ટ ચૂકવવાના કિસ્સામાં એટલી લોસ પહેલેથી થઈ જાય છે.ડોલર 3-4 ધી જાય ત્યારે રોકડમાં તેની અસર 6-7 ટકા જેટલી આવતી હોય છે.હીરા ઉદ્યોગમાં ડાયરેક્ટ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા ધંધાર્થીઓની સંખ્યા 25-30 ટકા છે.જ્યારે 70 ટકા ધંધાર્થીઓ-કારખાનેદારો બીજાની પેઢીમાં રફ ઉતારતાં હોય છે.જેનું પેમેન્ટ રોકડમાં ધારા પ્રમાણે ત્રણ ચાર મહિને આપવાનું હોય છે.ડયૂ પેમેન્ટ વેળા ડોલરનો જે રેટ ચાલે છે,તે પ્રમાણે રોકડમાં ચૂકવણી કરવાની થતી હોય છે,એમ હીરા બજારના વેપારી કિર્તી શાહે કહ્યું હતું.રૃપિયાની સામે ડોલર સતત વધતો હોય છે,ત્યારે રફના ખરીદદારો પેમેન્ટ ઊભા રાખવાનું વલણ પણ ડોલર ઘટવાની આશામાં રાખતા હોય છે.ડોલર ઘટે ત્યારે ફાયદો થાય છે.પરંતુ વધે ત્યારે તેટલો વધારો અને ડયૂ પેમેન્ટ પછીના વધારાના દિવસનું વ્યાજ પણ આપવું પડતું હોય છે.

સુરત જિલ્લા પંચાયતની ચૂંટણી અગાઉ કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકે પોલીસ રક્ષણ માગ્યુ, સતત પીછો થતો હોવાથી હુમલાની દહેશત સાથે પોલીસમાં રજૂઆત
રણજી ટ્રોફી : ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચે ૨૯મીએ રાજકોટ ખાતે સેમિફાઇનલ
સુરત પોલીસના સંકલનના કારણે 11 વર્ષની કિશોરી નરાધમના હાથે પીંખાતા બચી
ભાજપના 50 મૂરતિયાઓના નામ સોશિયલ મીડિયામાં વાયરલ, અનેક મંત્રી-ધારાસભ્યો રીપિટ થશે તેવા દાવા
લક્ષ્મી ડાયમંડના 50 વર્ષ પૂર્ણ થતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
Share This Article
Facebook Email Print
Previous Article 1.50 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી રિક્ષા ચાલકને એક વર્ષની કેદ
Next Article મંદિર ટ્રસ્ટે સતર્ક રહેવાની જરૂર, અમે 100 દિવસમાં ધર્માંતરણ અટકાવ્યું: પ્રમોદ સાવંત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up