સુરત,તા.૨૫
સુરતીવાસીઓ માટે ખુબ જ અગત્યના સમાચાર છે. સુરતના મોટા ભાગના વિસ્તારોને ૨૮મી ફેબ્રુઆરીએ પાણી આપવામાં નહીં આવે. વરાછામાં આવેલી વર્ષો જૂની પાણીની લાઈન બદલવાની ચાલતી કામગીરીને કારણે સુરતીવાસીઓને પાણી આપવામાં નહીં આવે. સુરતના ૭૦ ટકા વિસ્તારમાં પાણીકાપ કરવામાં આવ્યો છે. પાણીકાપની આ અસર સુરતમાં રહેતાં ૪૦ લાખ લોકોને થશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વર્ષો જૂની પાણીની પાઈપલાઈન બદલીને નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. નવી પાઈપલાઈનના જોડાણની કામગીરીને કારણે આ પાણીકાપનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૪૦-૫૦ વર્ષ જૂની આ પાઈપલાઈનો બદલવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી રહી છે. જેને કારણે હેડ વોટર વર્કસ, સરથાણા વોટર વર્કસ, ઉમરવાડા જળવિતરણ મથક, કતારાગમ, સીંગણપોર, ખટોદરા, અઠવા, ઉધના ચીકુવાડી, ઉધ્ના સંઘ, અલથાણ, ભીમરાડ, ડુંભાલ, વેસુ, કિન્નરી સહીતના જળવિતરણ મથક ખાતેથી શહેરમાં પહોંચાડવામાં આવતો પાણી પુરવઠો નહિંવત મળે જ્યારે ૨૯મીએ ઓછા પ્રેસરથી મળે તેવી શક્યતાઓ વ્યક્તે કરવામાં આવી રહી હોવાથી આ અંગેની જાણ સાથે નોંધ લેવા શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
રેલવે સ્ટેશનથી ચોક, ઉમરવાડા, મગોબ, ડુંભાલ, આંજણા, ભાઠેના, પાંડેસરા, ઉધના, ખટોદરા, ભેદવાડ, ચુકવાડી, મજૂરા, અઠવા, પાર્લેપોઇન્ટ, સીટીલાઇટ, અલથાણ, પનાસ, ભટાર, કતારગામ, વેડ, ડભોલી, સીંગણપોર, વેસુ, ડુમસ, ભીમપોર, દવિયર, સુલતાનાબાદ, વાંટા, પુણા, ઉમરા, પીપલોદ, વરાછા, લંબેહનુમાન રોડ, બમરોલી સહિતનો વિસ્તારમાં પાણી ઓછું મળશે.
ડોલો ભરીને તૈયાર રાખજો… ૨૮મીએ સુરતના ૭૦ ટકા વિસ્તારમાં પાણીકાપ મુકાશે
Leave a Comment