મુંબઈ,તા.30 સપ્ટેમ્બર : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ ચગેલા ડ્રગ્સના પ્રકરણમાં સુશાંતના મિત્ર અને હોટલ વ્યવસાયી કુણાલ જાનીની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા આજે મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે.
કૃણાલ સુશાંતસિંહ રાજપૂતનો નજીકનો દોસ્ત હતો અને લાંબા સમયથી ફરાર હતો. તેની ધરપકડ બાદ ડ્રગ્સના મામલામાં બીજા કેટલાક ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.કૃણાલ પાસેથી સુશાંતને લગતી પણ બીજી કેટલીક જાણકારી મળે તેવી આશા પોલીસ રાખી રહી છે.સુશાંત રાજપૂતના મોતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ચાહકોને ધક્કો લાગ્યો હતો અને આ કેસમાં કુલ ત્રણ એજન્સીઓ સીબીઆઈ, એનસીબી અને ઈડીને તપાસ સોંપવામાં આવી હતી.આ તપાસમાં બોલીવૂડમાં ડ્રગ્સના વ્યાપક બનેલા દૂષણની વિગતો સામે આવી હતી.બોલીવૂડના જાણીતા સિતારાઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી તો અભિનેત્રી રિયા ચક્રવર્તીની ડ્રગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.કેટલાક સમય બાદ જોકે તેને જામીન મળી ગયા હતા.

