બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી મુંબઈ સહિત અનેક જગ્યાઓએ ડ્રગ્સના ધંધાર્થીઓ પર દરોડા કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. એનસીબી આ દિશામાં આક્રમક રીતે કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે સોમવારે ડ્રગ્સ કેસમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.ડ્રગ્સ કેસમાં સંડોવણીની શંકા સાથે મુંબઈના પ્રખ્યાત મુચ્છડ પાનવાલા દુકાનના માલિક ભરત તિવારીને સમન પાઠવવામાં આવ્યું હતું.તેની પુછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
એનસીબીએ બે દિવસ પહેલા બોલિવૂડ અભિનેત્રી દીયા મિર્ઝાની પૂર્વ મેનેજર રાહિલા ફર્નીચરવાલા અને તેની બહેન સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. જાણવા મળ્યાનુસાર દીયા મિર્ઝાની એક્સ મેનેજરે પુછપરછ દરમિયાન મુચ્છડ પાનવાલાનું નામ લીધું હતું. ઉલ્લેખનીય છે કે દીયા મિર્ઝાની એક્સ મેનેજરની સાથે એનસીબીએ કરન સજનાની, રાહિલા અને શાઈસ્તાને પકડ્યા હતા.એનસીબીને તેમની પાસેથી 200 કિલો ગાંજો પણ મળ્યો હતો

