– આર્યન ખાને ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું છે
– બેસ્ટ ડબિંગ ચાઇલ્ડ વોઇસ આર્ટિસ્ટ (મેલ)નો અવોર્ડ પણ મળ્યો હતો.
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. 24 વર્ષીય આર્યન ભલે ફિલ્મમાં ના આવ્યો,પરંતુ તેની લોકપ્રિયતા ખાસ્સી છે.આર્યનની તસવીરો સો.મીડિયામાં છવાયેલી રહે છે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈથી ગોવા જતાં ક્રૂઝ પર દરોડા પાડ્યા ત્યારે આર્યન પણ ત્યાં જ હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને એક દિવસ માટે કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
દિલ્હીમાં જન્મ
13 નવેમ્બર, 1997માં નવી દિલ્હીમાં થયો હતો. આર્યન શાહરુખનો મોટી દીકરો છે. તેને સ્પોટલાઇટમાં રહેવું ગમતું નથી. જોકે, શાહરુખનો દીકરો હોવાને કારણે તે ચર્ચામાં રહેતો જ હોય છે.
લંડનમાં અભ્યાસ કર્યો
આર્યને લંડનની ‘સેવન ઓક્સ’માં અભ્યાસ કર્યો છે.ત્યારબાદ તેણે યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કેલિફોર્નિયામાંથી ફિલ્મ મેકિંગ તથા રાઇટિંગમાં ડિગ્રી લીધી છે.
ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું છે
આર્યને શાહરુખની ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું છે. ‘કભી ખુશી કભી ગમ’માં ચાઇલ્ડ એક્ટર તરીકે જોવા મળ્યો હતો.તેણે આ ફિલ્મમાં રાહુલ રાયચંદનો નાનપણનો રોલ પ્લે કર્યો હતો.આ રોલ શાહરુખે ભજવ્યો હતો.
2006માં ‘કભી અલવિદા ના કહેના’માં આર્યને સ્પેશિયલ અપીયરન્સ આપ્યું હતું.જોકે, એડિટિંગ ટેબલ પર તેના સીન કટ થઈ ગયા હતા. આ ઉપરાંત આર્યન ‘ધ ઇનક્રેડિબલ્સ’, ‘ધ લાયન કિંગ’ જેવી ફિલ્મમાં વોઇસ ઓવર આપ્યો છે.આર્યનને બેસ્ટ ડબિંગ ચાઇલ્ડ વોઇસ આર્ટિસ્ટ (મેલ)નો અવોર્ડ પણ મળ્યો હતો.આર્યનને ફિલ્મ મેકિંગ તથા ડિરેક્શનમાં ફોકસ કરવા માગે છે.આર્યન ખાન ડેટિંગના સમાચારોને કારણે પણ ચર્ચામાં રહે છે. તેનું નામ ઘણી યુવતીઓ સાથે જોડાયું ચૂક્યું છે.
ફિટનેસ ફ્રીક આર્યન માર્શલ આર્ટમાં ટ્રેન્ડ છે.તેણે તાઇક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. 2010માં મહારાષ્ટ્રમાં યોજાયેલી તાઇક્વાન્ડોમાં આર્યને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
MMSને કારણે વિવાદમાં આવ્યો હતો
2015માં આર્યન ખાન ફૅક MMSને કારણે વિવાદમાં આવ્યો છે.સો.મીડિયામાં MMS વાઇરલ થયો હતો.આ વીડિયોમાં આર્યન ખાન કારમાં એક યુવતી સાથે ઇન્ટિમેટ થયો હતો.કહેવામાં આવતું હતું કે આ યુવક આર્યન ખાન જ છે.જોકે, પછી આ વીડિયો ફૅક હોવાનું કહેવામાં આવ્યું હતું.

